ગોધરા એલ.સી.બી. પોલીસે લાડપુર ગામે રોડ ઉપર નાકાબંધી કરી આઇસર ગાડીમાંથી વિદેશી દારૂના કોટરીયાની 213 પેટીઓ સહિત એક ઇસમને પકડી પાડયો….

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રોયલ સીલેકટ ડીલક્ષ વ્હી‍સકીની પેટીઓ નંગ-૧૯૮ જમેાં કોટરીયા નંગ-૯૫૦૪ કી.રૂ.૯,૯૭,૯૨૦/-, લંડન પ્રાઇડ પ્રીમિયમ વહીસ્કી ની પેટીઓ નંગ-૧૫ જમેાં કોટરીયાનંગ -૭૨૦ કી.રૂ.૧,૦૦,૮૦૦/- આઇસર ગાડી નબં જી જે ૦૨ વાય ૫૧૮૧ કી.રૂ.૪,૦૦,૦૦૦/- તાડપત્રી નંગ-૧ કી.રૂ.૩,૦૦૦/- સહિત મોબાઇલ ફોન નંગ- ૧ કી.રૂ.૧૦,૦૦૦/ની સાથે કુલ ટોટલ કી.રૂ.૧૫,૧૧,૭૨૦/નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તો નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્ . શ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે દાહોદ તરફથી એક આઇસર ગાડી નંબર જી જે ૦૨ વાય.૫૧૮૧ નો ચાલક અરવિંદભાઇ જેમલભાઇ વહોનીયા રહે.વહોનીયા ફળીયુ ઝરી બુઝાર્ગ તા.ગરબાડા જિલ્લા દાહોદનાઓ ઇગ્લીશ દારૂનો જથ્થો તાડપત્રીની આડમાં લઇને ગોધરા તરફ પસાર થનાર છે તો મળેલ બાતમી આધારેશ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના માણસોએ લાડપુર ગામે એચ.પી. પેટ્રોલ પંપ ની સામે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની આઇસર ગાડીને દ્રાઈવર સાથે પકડી પાડી આઇસર ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. જેને લઈ વાહન ચાલક અરવિંદ વહોનીયા વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ ‍સ્ટેશનમાં પ્રોહીબીશન એટકની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી વધતપાસ હાથ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here