ગોધરા શહેર શીવમ સોસાયટીમાં બનેલ લૂંટના ગુનાના બે આરોપીઓને વેજલપુર કાનોડ ચોકડી પાસેથી પકડી પાડતી પંચમહાલ એલ.સી.બી પોલીસ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હતી.
જે સુચના મુજબ શ્રી કે.પી.જાડેજા પોલીસ ઇન્. એલ.સી.બી. ગોધરા નાઓને પોલીસ કન્ટ્રોલ રૂમ ગોધરાથી વાયરલેસ મેસેજ થી સંદેશો મળેલ કે બાબુભાઇ ચુનભાઈ ભાભોર ના ઓ બેંક માથી રૂા.પ૦,૦૦૦/- લઇને આવતા હતા તે દરમ્યાન કાંસુડી રોડ શીવમ સોસાયટી ગોધરા પાસે બે અજાણ્યા ઇસમો કાળા રાંગની બાઇક ઉપર આવી રૂા.પ૦,૦૦૦/- રોકડા તથા એક મોબાઇલ ફોન જેનો મોબાઇલ નાંબર:-૯૮૨૫૪૬૮૪૩૨ છે. અને બેંકની પાસબુક, ચેકબુક વગેરે કાગળો સાથેની કાળા રંગના પાકીટ સાથેલ લૂંટી લઇ મેઇન રોડ તરફ ભાગી ગયલે છે.જેમાંથી એક ઇસમે બ્લુ કલરનું શર્ટ પહેરેલ છે જેની જાણ જિલ્લાની તમામ મોબાઇલો સહિત થાણા ઇન્ચાર્જ પોલીસને કરતા તાત્કાલીક આ બનાવ સંબંધે નાકાબંધી કરવા મેસેજ મળેલ જે મેસજે આધારે વેજલપુર કાનોડ ચોકડી ખાતેથી આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. તેમજ એલ.સી.બી. ટીમના માણસો દ્રારા નાકાબાંધી કરતા (૧) સાગર કુમાર નટવરભાઇ જાદવ (ર) અજય કુમાર નટવરભાઇ જાદવ બંને રહે. વેજલપુર જવાહર નવોદય કોલોની પાછળ,વેજલપુર તાલુકો:-કાલોલ નાઓ ટી.વી.એસ. અપાચી મોટર સાયકલ નંબર જી.જે.૧૭.બી.એલ. ૦૫૮૩ ની સાથે નાકાબંધીમાં મળી આવતા અને શંકાસ્પદ જણાતા જેઓની પાસે પંચો રૂબરૂ ખરાઇ કરતા ફરીયાદીના બેંકમાથી ઉપાડેલ રોકડ રૂપિયા – ૫૦,૦૦૦/- તેમજ બેંક ઓફ ઇન્ડીયા ની પાસબુક,ચેકબુક, કાળા રાંગન પાકીટ,રેડમી કાંપનીનો મોબાઇલ ફોન નાંગ- ૧ કી. રૂપિયા:- ૫૦૦૦/- તેમજ આરોપીઓના આધાર કાર્ડ નંગ:- ૨, ચલણી નોટૉ રૂપિયા :- ૩૦/- તેમજ પાકીટ તેમજ નોકીયા કંપની નો મોબાઇલ ફોન તેમજ સમે સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા:- ૧, ૦૬,૫૩૦/- સાથે મળી આવતા જેઓ બન્ને આરોપીઓને કલાકઃ૧૮/૩૦ વાગે કાનોડ ચોકડી ખાતે ઝડપી પાડી ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટનો ગુનાને ગણતરીના કલાકોમા શોધી કાઢેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here