ગોધરાની પોલન બજાર ઉર્દૂ કન્યા શાળા ખાતે શિક્ષણ દિનની ભવ્ય ઉજવણી…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજ રોજ પોલન બજાર ઉર્દૂ કન્યા શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ધોરણ ૦૧થી ૦૫માં અભ્યાસ કરતી કુલ ૩૫ અને ધોરણ ૦૬થી ૦૮માં ૪૫ વિદ્યાર્થીનીઓએ શિક્ષક દિનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આજ રોજ આયોજન બદ્ધ સ્વ-શાસન હાથ ધરાયું હતું.
આચાર્યા તરીકે ધોરણ ૦૮ની વિધાર્થીની સદામસ ફરહાના એ બાળકોને સ્ત્રી શિક્ષણના મહત્વ વીશે જાણકારી આપી હતી‌.
કાર્યક્રમના અંતે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા સૌને પ્રોત્સાહિત કરી તથા સૌનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here