શહેરા તળાવ મહોલ્લામાં આવેલ રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર દરોડો પાડી ૩૪૦ કિ.ગ્રા ગૌમાંસ પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને તેમના અંગત ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શહેરા નગરમાં રહેતા નસરૂલ્લા S / O મુસ્તુફા શેખ તથા મુસ્તકીમ S / O મુર્તજા શેખ નાઓ શહેરા તળાવની આજુ – બાજુ ગૌવંશ મંગાવી મેળવી ગે.કા. ગૌવંશનુ કતલ કરી કરાવી ગે.કા. વેપાર ધંધો કરતા હોય જે ગૌવંશ – ગૌમાંસ લેવા આવેલ એક સેન્ટ્રો ગાડી નંબર જી.જે.૧૭.એન .૯૭૬૦ માં ભરી ગોધરા જનાર હોવાની મળેલ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પોલીસ સ્ટાફના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી કાયદેસર કરવા સુચના કરેલ . જે અન્વયે પોલીસ માણસોએ શહેરા નગર વાઘજીપુર ચોકડી નજીક નાકાબંધી કરતા વાઘજીપુર તરફના રોડ ઉપરથી બાતમી મુજબની સેન્ટ્રો ગાડી આવતા તેને રોકી ગાડીના ચાલકનુ નામ – ઠામ પુછતા તેણે પોતે પોતાનુ નામ ઇદ્રીશ S / O મહંમદ ઉભલી ઉવ .૪૪ રહે.દરૂણીયા પથ્થર નાયક ફળીયુ ગોધરા મુળ રહે.મુસ્લીમ સી . સોસાયટી સાતપુલ ગોધરા નાનો હોવાનુ જણાવેલ અને તેના કબ્જાની સેન્ટ્રો ગાડી નં . GJ.17.N.9760 ની તપાસ કરતાં તેમાંથી પશુમાંસ ભરેલુ મળી આવતાં તેની પુછપરછ કરતાં તેણે સદર ગાડીમાં ભરેલું માંસ પોતે મુસ્તકીમ S / O મુર્તજા શેખ તથા નસરૂલ્લા S / O મુસ્તફા શેખ નાઓએ શહેરા તળાવ પાસેના ઘરેથી ભરાવી લાવેલ હોવાની કબુલાત કરેલ હોય પોલીસ સ્ટાફના માણસોએ શહેરા તળાવ મહોલ્લામાં બાતમીવાળા મકાનો માંથી પશુમાંસ તેમજ ગળામાં તેમજ પગમાં ક્રુરતા પુર્વક ટુંકા દોરડાથી ઘાસચારો કે પાણીની કોઇ સગવડતા વગર બાંધી રાખેલ ગૌવંશ કુલ નંગ -૧૮ કિ.રૂ .૧,૫૦,૦૦૦ / – તેમજ ગૌમાંસનો થેલો ભરેલી મો.સા. નં . GJ.17.CC.5051 કિ.રૂ .૨૫,૦૦૦ / – ની મળી આવેલ . જેથી મળી આવેલ ગૌમાંસનુ વજન કરાવતા કુલ વજન ૩૪૦ કિ.ગ્રા . થયેલ જેની કિ.રૂ .૬૮,૦૦૦ / – તથા સેન્ટ્રો ગાડી નં . GJ.17.N.9760 ની કિ.રૂ .૧,૦૦,૦૦૦ / – એમ મળી કુલ કિ.રૂ .૩,૪૩,૦૦૦ / – નો મુદ્દામાલ મળી આવેલ . જેથી સ્થળ ઉપરથી પકડાયેલ ( ૧ ) ઇદ્રીશ S / O મહંમદ ઉભલી ઉવ .૪૪ રહે.દરૂણીયા પથ્થર નાચક ફળીયુ ગોધરા મુળ રહે.મુસ્લીમ સી . સોસાયટી સાતપુલ ગોધરા તેમજ એકબીજાની મદદગારીથી સમગ્ર કતલખાનું ચલાવનાર ( ૨ ) નસરૂલ્લા મુસ્તુફા શેખ રહે.શહેરા તા.શહેરા ( ૩ ) મુસ્તુકીમ મુર્તુજા શેખ રહે.શહેરા તા.શહેરા નાઓના વિરૂદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ તથા પ્રાણી કુરતા અધિનીયમ તેમજ ઇ.પી.કો તથા જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here