છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર ખાતે આવેલી શ્રી એસ.એફ.હાઇસ્કૂલ ખાતે આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાના અધ્યક્ષસ્થાને અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલામહાકુંભ યોજાયો હતો.
કલા મહાકુંભમાં ઉપસ્થિત કલાકારો અને ઉપસ્થિત નગરજનોને સંબોધતા જશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિમાં કોઇને કોઇ પ્રતિભા છુપાયેલી હોય છે. આ પ્રતિભાને ઉજાગર કરવા માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે એમ જણાવી તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો શુભકામનાઓ પાઠવી હતી.
પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, જીવનમાં કળા ન હોવી જોઇએ એમ કહી શિવનું તાંડવનૃત્યુ અને પાર્વતીનું લાસ્ય નૃત્યુ એ ભારતીય સંસ્કૃતિનું ધરોહર છે એમ કહી તેમણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી આ શક્તિઓને બહાર લાવવાની કામગીરી કરનાર શિક્ષકોને પણ તેમણે શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે કોા મહાકુંભમાં ભાગ લેનાર સ્પર્ધકોને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના અધિક નિવાસી કલેકટર આર.કે. ભગોરાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા તમામ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા શિક્ષણાધિકારી કે.બી.પાચાણીએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરી હતી. કાર્યક્રમનું આભારદર્શન શ્રી. એસ.એફ.હાઇસ્કૂલના આચાર્ય હિતેશભાઇ ચૌહાણે કર્યું હતું.
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે યોજાયેલા કલા મહાકુંભના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી કલાકારોએ ભાગ લીધો હતો. ત્રણ કેટેગરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકનૃત્યુ, એકપાત્રીય અભિનય, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, તબલા વાદન, ભરતનાટ્ટયમ, લોકગીત સહિત વિવિધ કૃતિઓની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં યોજાયેલી ચિત્રસપર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જાયસ્વાલ, પૂર્વ નગરાધ્યક્ષ નરેનભાઇ જાયસ્વાલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય મુકેશભાઇ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન રાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શૈલેષભાઇ ચૌધરી, એસ.એફ.હાઇસ્કૂલના શિક્ષણગણ, જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવેલા શિક્ષકો, સ્પર્ધકો, નગરજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here