ઘોઘંબા તાલુકામાં MGVCL ની ઘોર બેદરકારી… થાંભલા અને લટકતા વાયરોના તોરણ શોભાના ગાંઠિયા સમાન…

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટના ધાંધિયા હોવાની લોક બૂમ ઉઠવા પામી છે 21 મી સદીમાં જ્યારે ભાજપ સરકાર 24 કલાક વીજળી આપતી હોવાની વાતો કરતી હોય ત્યારે ઘોઘંબા પંથકમાં ગામડાઓમાં દિવસ દરમ્યાન પણ પૂરતી વીજળી આપવામાં આવતી નથી જેના કારણે ગામળાની શાળાઓ, પંચાયતો સહિત સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ઓન લાઇનની કામગીરી માટે અંતરિયાળ ગામોમાંથીઆવતા લોકોને તાલુકા મથકે જઇ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે ત્યારે ગામડાઓમાં લાઈટ જ ન રહેતા તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી પણ બંધ રહેતી હોય છે ગરીબ અને આદિવાસી પ્રજાને પોતાના જરૂરી કામો માટે પણ વારે ઘડીએ ધક્કા ખાવા પડે છે ઘોઘંબા તાલુકા MGVCL ની લાલયાવાળી ને કારણે ગામળાઓમાં વારંવાર લાઈટો બંધ થઈ જાય છે અને જ્યારે કંમ્પ્લેઇન નંધાવવામાં આવે છે ત્યારે જવાબ આપી દેવામાં આવે છે કે લાઇન ફોલ્ટ છે જે પરથી MGVCL ઘોઘંબાની બેદરકારી સામે આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here