ગુજરાતમાં બોગસ ખેડૂતોની હવે ખેર નહી… મહેસૂલ મંત્રીએ કૌભાંડ મામલે જુઓ શું આપ્યા આદેશ…

માતર,સાજીદ શેખ (ગોધરા) :-

માતરમાં બોગસ ખેડૂત કૌભાંડ ઉજાગર થયા બાદ રાજ્યના મહેસૂલમંત્રીએ બોગસ ખેડૂતો સામે ચેતવણી ઉચ્ચારી કહ્યું બોગસ ખેડૂત બની જેમણે જમીન લીધી હશે તેમની સામે કાર્યવાહી થશે

માતરમાં બોગસ ખેડૂત કૌભાંડ બાદ મહેસૂલ મંત્રી નિવેદન

મહેસૂલ વિભાગમાં કેટલો અને કઈ હદનો ભ્રષ્ટાચાર ચાલે છે. તેનો એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં ખેડાના માતરમાંથી સામે આવ્યો છે. જેમાં હાથમાં પાવડનો ન પકડ્યો હોય તેવા એક નહીં બે નહીં 500 જેટલા લોકો સરકારી ચોપડે બોગસ ખેડૂતો બની બેઠા છે. આ લોકોએ ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને સરકારની આંખમાં ધૂળ નાંખી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દીધો છે. જેને પગલે રાજ્યના મહેસૂલ મંત્રી બોગસ ખેડૂતોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, બોગસ ખેડૂત બની જેમણે જમીન લીધી છે તેમની ખેર નહીં.

માતર બોગસ ખેડૂત કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા

ઉલ્લેખનીય છીએ કે, ખેડાના માતરમાં અને આસપાસના ગામડાઓમાં કુલ મળીને 500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની બેઠા છે. જો કે, આ વાતનો અણસાર આવી જતાં મહેસૂલ વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું જેમાં ઘણાં ચોંકાવનાર ખુલાસાઓ થયાં હતાં.

બોગસ ખેડૂતોને આપી ચેતવણી

આ દરમિયાન આજે આણંદ જિલ્લાના નાર-ગોકુલધામ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક પ્રાસંગીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં જે દરમિયાન તેઓએ માતરના બોગસ ખેડૂત કૌભાંડનો મુદ્દો ટાંકીને રાજ્યના બોગસ ખેડૂતોને ચેતવણી આપતાં કહ્યું હતું કે,જે લોકો બોગસ ખેડૂત બની જેમણે જમીન લીધી છે તેમની ખેર નહીં. જેમણે જમીન લીધી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here