કોવિડ-૧૯ અપડેટ પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૮ કેસ નોંધાયા

ગોધરા,(પંચમહાલ)

૩૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૨૯૨ થઈ

કુલ કેસનો આંક ૧૮૮૩ થયો, કુલ ૧૪૯૮ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૮ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૮૮૩એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૯ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૯ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૫, હાલોલમાંથી ૦૩ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૪૯૫ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૩ અને હાલોલ ગ્રામ્યમાંથી ૦૬ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૩૮૮ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૪૯૮ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૯૨ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here