કેર ઇન્ડિયા અને એચડીએફસી બેન્ક પરિવર્તના સંયુક્ત ઉપક્રમે દરબાર હોલ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ચિત્ર સ્પર્ધા મા 90 થી વધારે બાળકોએ મનપસંદ ચિત્ર દોરી કલાનું સાનિધ્ય માણ્યુ

કેર ઇન્ડિયા છોટાઉદેપુર અને એચડીએફસી બેન્ક પરિવર્તન છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે દરબાર હોલ ખાતે જિલ્લાના 45 ગામોના ધોરણ પાંચ થી આઠ ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં 90 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં આદર્શ ગામ પાણી બચાવો અને પર્યાવરણ જતન એમ ત્રણ વિષયો પર ચિત્રો દોરવાના હતા બાળકોએ અલગ અલગ વિષય પર પોતાની કૃતિ રજૂ કરી હતી.આયોજકો એ શ્રેષ્ઠ ત્રણ ક્રૃતી રજૂ કરનારને શોધી કાઢવા માટે પાંચ નિર્ણાયકોની ટીમ બનાવી હતી નિર્ણાયકો એ ભારે જહમત બાદ પોતાનું પરિણામ જાહેર કર્યું હતું ઉત્કૃષ્ટ ચિત્ર અંકિત કરનાર ત્રણ વિજેતાઓમાં પ્રથમ નંબરે જયેન્દ્ર રાઠવા દ્વિતીય નંબરે ધ્રુવી રાઠવા અને તૃતીય નંબરે મહેશ્વરી રાઠવા વિજેતા બન્યા હતા વિજેતાઓને પ્રમાણપત્ર સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણ જતનની સમજ કેળવવા તેમજ મનુષ્યના જીવનમાં પાણીનું મહત્વ સમજી તેને બચાવવાની સમજ કેળવવા આ સાથે પોતાના ગામ પ્રત્યે ની ભાવના ની સમજ કેળવવાનો હોવાનું પ્રોજેક્ટ મેનેજર રમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here