ભારત દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના 72 માં જન્મ દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લા કક્ષાએ વિવિધ સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-

આજ રોજ તા – 17/9/2022 ભારત દેશના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના 72 માં જન્મ દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લા કક્ષાએ વિવિધ સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. તે અંતર્ગત ભાટિયા ખાતે શ્રી શ્રી સભાગ્રહ માં પૌષ્ટિક આહાર કીટ ના વિતરણનો કાર્યક્રમ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ડી. એલ.પરમાર સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌહાણ , ભાટીયા ગામના યુવા નીડર અને સફળ પત્રકાર શ્રી નીલેશભાઈ કાનાણી,તેમજ સ્ટેશન વિસ્તારના કોર્પોરેટર નરેશભાઈ કણજારીયા અને ભાટીયા સતવારા સમાજના પ્રમુખ તેમજ 82 – દ્વારકા મત વિસ્તારના ભાજપના પ્રભારી ખીમાભાઇ ચોપડા અને બહોળી સંખ્યામાં બાળકો , તેમના વાલીઓ અને આગેવાન તેમજ નાગરિકો હાજર રહ્યા હતા.
લગભગ 125 બાળકોને વિટામિન્સ ના ડબ્બાઓ તેમજ બિસ્કીટ, ફ્રૂટસ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થતાં દરેક હાજર રહેલ ભાઈઓ તથા બહેનોને રાષ્ટ્ર સુખી,સમૃદ્ધ અને સમરસ બને તેવી પ્રતિજ્ઞા સામૂહિક રીતે મોદીજીના જન્મ દિવસે લઈ મોદીજીના હાથ મજબૂત કરવા કટિબદ્ધ બન્યા છે. સ્વાગત પ્રવચન પ્રિયાંકભાઈ પરમાર ઓબીસી મોરચા મીડિયા સેલ દ્વારા તેમજ આભારવિધિ કાલિન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here