જિલ્લા બાળ વિકાસ ગૃહ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં 52 લાભાર્થીઓને સ્વરોજગાર કીટનું વિતરણ કરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને રોજગાર લક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા બાળ વિકાસ ગૃહ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં 52 દિવ્યાંગ લાભાર્થીઓને સ્વરોજગાર કરી શકે એ માટે હાથ લાડી છાયડા માટે મોટી છત્રી અને કેરેટ આપવામાં આવ્યા હતા સરકાર દ્વારા અમલી સાધન સહાય યોજનામાં અંતર્ગત લાભાર્થીઓને ₹20,000 ની મર્યાદામાં આવડત અનુસાર રોજગાર કે સ્વરોજગાર મેળવી શકે એ પ્રમાણેના સાધનો આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here