નાંદોદ તાલુકા પંચાયતની કચેરીમાં સહાયનો ચેક મેળવવા માટે પંચાયત સદસ્યના પતિદેવે મચાવ્યો હડકંપ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હાથમાં દવાની બોટલ લઇ પોતે દવા પી આત્મહત્યા કરશે ની ચિમકી થી કચેરીમાં દોડધામ

બોર સહાયના 1.50 લાખ રૂપિયાની રકમનો ચેક મેળવવા માટે તાલુકા પંચાયત સદસ્યા ના પતિદેવે કચેરીમાં હલ્લો કેમ મચાવ્યો તપાસનો વિષય

સરકાર દ્વારા લાભાર્થીઓને ડાયરેક સહાય અને ડાયરેક્ટ નાણાં ચૂકવતા હોવાના દાવાઓ કરવામાં આવે છે ત્યારે નાદોદ તાલુકા પંચાયતની કચેરીમાં એક મહિલા તાલુકા પંચાયત સદસ્યાના પતિદેવે સિંચાઇ માટે બોર ની સહાયનો ચેક મેળવવા માટે હાથમાં કોઈક પ્રવાહી ની બોટલ લઈ પોતે દવા ગટગટાવી આત્મહત્યા કરશે ની ચિમકી ઉચ્ચારતા કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ આ પ્રકરણની વાત કરીએ તો નાદોદ તાલુકા પંચાયતના એક મહિલા સદસ્યાના પતિદેવે સુનિલભાઈ એસ વસાવા આજરોજ તાલુકા પંચાયતમાં સિંચાઈ વિભાગ દ્વારા લાભાર્થીઓને ખેતીના કામ માટે બહુ મોટર આપવાની યોજના અંતર્ગત ₹1.5 લાખની રકમનો ચેક મેળવવા માટે આવ્યા હતા પરંતુ આ ચેક તાલુકા વિકાસ અધિકારીએ તેઓને ના આપતા તેઓ ભારે ગિનાયા હતા પોતે તાલુકા પંચાયત સદસ્યાના પતિદેવ હોય અને કચેરીમાં હલ્લો મચાવ્યો હતો અને હાથમાં કોઈક પ્રવાહી જેવી દવા ની બોટલ લઈ જ્યાં સુધી પોતાને ચેક નહીં આપે ત્યાં સુધી આ દવા ગટગટાવી પોતે આત્મહત્યા કરશે નું રટાણ કચેરીના પટાંગણમાં કરતા ભારે હોવા મચી હતી આ બાબતે તાલુકા પંચાયત સદસ્યના પતિદેવ સુનિલ વસાવા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સિંચાઈ બોર્ડની ફાઈલ ટીડીઓ પાસે આવી ગઈ છે કેટલાક લોકોને તેઓ ચેક આપી પણ દીધા છે પરંતુ રૂપિયા 1.51 લાખની રકમનો ચેક તેમના ટેબલ પર હોવા છતાં તેઓ સહી કરતા નથી જ્યાં સુધી તેઓ ચેક નહીં આપે ત્યાં સુધી પોતે જમાવશે અને આત્મહત્યા કરશે અને તેઓ ઉચ્ચાર્યું હતું. નાદોદ તાલુકા પંચાયતની કચેરીમાં આ સમગ્ર ડ્રામો થતાં ભારે હાડકા મને દોડધામ મચી હતી અંતે જોકે સમજાવટથી આ સારો મામલો થાળી પાડવામાં આવ્યો હતો.

જે તે સરકારી યોજના ના લાભાર્થીને જ તેનો સીધો લાભ મળે તે માટે સરકાર અનેક દાવા પ્રતિ દાવાઓ કરી રહી છે ત્યારે લાભાર્થીને સહાયનો ચેક આપવાનો હોય, અન્ય કોઈ વ્યક્તિને ચેક ન અપાય તો આ મામલામાં તાલુકા પંચાયત સદસ્યા ના પતિદેવ પોતાને ચેક મળે એ રીતની હદ લઈને કેમ બેઠા? શું લાભાર્થી સાથે તેઓનું સેટીંગ હતું ?? અને લાભાર્થીને લાભ અપાવવા માટે કોઈ ટકાવારી નક્કી થઈ હતી?? આ વિષય તપાસનો બન્યો છે આ મામલા માં જો યોગ્ય તપાસ થાય તો સમગ્ર પ્રકરણ બહાર આવે અને કચેરીમાં હો હલ્લા જે મચાવવામાં આવી તે આવનારા સમયમાં અન્ય કોઈ ન મચાવે એ માટે જિલ્લા વિકાસ અધિકારી સહિત નર્મદા કલેકટર સહિત જીલ્લા પોલીસ વડા એ આ મામલાને ગંભીરતા થી ધ્યાનમાં લઇ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવી જોઈએ, અને તાલુકા પંચાયતના સદસ્યા ના પતિદેવ સુનિલ વસાવાનો આ મામલામાં હિત કઈ રીતના જળવાયેલો હતો તેની તપાસ કરવી જોઈએ અને યોગ્ય પગલાં ભરવા જોઇએ.

ચેકની માંગણી કરનાર વ્યક્તિ લાભાર્થી ન હોય તેને ચેક ના આપ્યો – તાલુકા વિકાસ અધિકારી અંજલીબેન ચૌધરી

નાદો તાલુકા પંચાયત ની કચેરીમાં લાભાર્થી સહાયનો ચેક મેળવવા માટે આત્મહત્યા ની ચિમકી આપવાના મામલે નાદોદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અંજલીબેન ચૌધરી ને આ બાબતે પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે કચેરીના પટાંગણમાં બેસી હો હલ્લા બચાવનાર વ્યક્તિ એ તાલુકા પંચાયતના સદસ્યા ના પતિદેવ સુનિલભાઈ વસાવા હતા તેઓ પોતે સિંચાઈ યોજના ના બોર મોટરના લાભાર્થી ન હોય અને લાભાર્થી અન્ય વ્યક્તિ હોય અને નિયમો અનુસાર લાભાર્થીને ચેક આપી તેની સરકારી પ્રક્રિયા હાથ ધરવાની હોય તેઓને ચેક આપ્યો નહોતો, સરકારી ધારાધોરણ મુજબ ચેક લાભાર્થીને જ આપવાનું હોય, અન્ય કોઈ વ્યક્તિને ચેક અપાય નહીં, અગાઉ જે લાભાર્થી આવ્યા તેઓ પોતે લાભાર્થી હોય તેમને ચેક આપી દીધા હોવાનો તાલુકા વિકાસ અધિકારી અંજલીબેન ચૌધરીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here