કાલોલ તાલુકાનાં કાનોડ ગામેથી જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો ૭૫,૯૫૨/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી બુટલેગર સામે નોંધ્યો ગુનો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને સંપૂર્ણપણે ડામી દેવા સૂચના આપી હોય જે અન્વયે જીલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઇ દ્વારા એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબેશન હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેડ કરવા સૂચન કરેલ હોય જે માર્ગદર્શન મુજબ જિલ્લા એલસીબી શાખાની પોલીસ ટીમને કાલોલ તાલુકા કાનોડ ખાતેથી બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કાનોડ ગામે રહેતા વિનોદ ઉર્ફે ભાદો રણછોડભાઈ ચૌહાણ પોતાના રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલા બાજરીના વાવેતર ના ખેતરમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સગેવગે કરવાની પેરવીમાં છે.જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પો.સ.ઇ ડૉ.એમ.એમ ઠાકોર અને એલસીબી પોલીસ ટીમે કાનોડ ગામે વિનોદ ઉર્ફે ભાદો રણછોડભાઈ ચૌહાણ ના ઉપરોક્ત જગ્યાએ છાપો મારી ભારતીય બનાવટના વિદેશી દારૂના કવાટરિયા તથા બીયર ટીન નંગ ૭૬૦ જેની અંદાજે કિંમત ૭૫,૯૫૨/-રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાલોલ પોલીસ મથકે ઉપરોક્ત આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here