સાતમણા ગ્રામ પંચાયતના સીમનાં એક બાજરીના ખેતરમાંથી અંજાણ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના સાતમના ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ કરણમુવાડા પાસેની સીમમાં આવેલ એક બાજરીના ખેતરમાં અંજાન યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસ સહિત આસપાસનાં લોકો ઘટનાં સ્થળ પર દોડ્યાં.
કાલોલ તાલુકાનાં સાતમાગ્રામ પંચાયત ના કરણમુવાડા પાસેની સીમમાં આવેલ એક ખેડૂતનાં ખેતરમાં પાસેના કરણમુવાડા ગામની એક પશુપાલક મહિલા સીમાળાના ખેતરે ઘાસ ચારો લેવાં માટે આજ રોજ સવારે ગઈ હતી. સાતમણાગામના કરણમુવાળા પાસેની સીમમાં સાતમના ગામનાં જ એક ખેડૂતના ખેતરમાં ઊભેલા બાજરીના ખેતરમાં ચારો લેવાં ગયેલ મહિલાએ મૃતદેહ જોતા મહિલા ગભરામણઈ જતાં આસપાસના લોકોને જાણ કરી ત્યારબાદ ખેતરમાલિકને પણ જાણ કરી હતી.સાતમના ગામનાં ખેડુતએ કાલોલ પોલીસને જાણ કરતાં કાલોલ પો.સા.ઈ જે.ડી.તરાલ પોલીસ ટીમ સાથે ઘટનાં સ્થળે પોહચતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. સૌ પ્રથમ પોલીસે નજીકનાં લોકોની પૂછતાછ કરી મૃતક ના પરિવાર જનોની તપાસ કરતાં કોઈ પતો ન મળતાં બાજરીના ખેતરમાં પડેલ મૃતદેહ ની ઓળખમાટે પોલીસે આસપાસનાં દોડી આવેલ લોકો દ્વારા જાણકારી મેળવતાં કોઈ ઓળખ સામે આવી ન હોવાને કારણે પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો. કાલોલ પોલીસ સહિત હાલોલ સી.પી.આઈ પણ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતાં. કાલોલ પો.સા.ઈ.જે.ડી.તરાલએ બાજરીના ખેતરમાં પડેલ મૃતદેહ ની કડીયોમાં પગેરૂ શોધવામાં આસપાસ ના ખેતરમાં કામ કરતાં અને અંજાન વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ હોવાનું જણાતાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.બાજરીના ખેતરમાં પડેલ મૃતદેહની શંકા કુશકા ને લઈ પોલીસ ચારોકોર તપાસ હાથ ધરી નજીકમાં શંકાસ્પદ ચાલતી દારૂની ભઠ્ઠીઓ અને કામકરતા ખેડૂતોની અને આસપાસનાં પરપ્રાંતી શ્રમિકોની પણ તપાસ હાથ ધરી ગુનેગારોને શોધવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. લાંબા સમય સુધી કોઈ વાલીવારસ મળી ન આવતાં દુર્ગંધ મારતાં મૃતદેહની કોલ્ડ સ્ટોરેજ માં મોકલવા માટે પોલીસે ઘટતી કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here