ગોધરા સુવિધા નગર યોગેશ્વર રોડ ખાતે રહેતા ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) ના અમાનુષી મારથી જીવન મરણ વચ્ચે વેન્ટિલેટર પર ઝોલા ખાતો GTPL કર્મી આમીર શેખ…

ગત રોજ વાયરલ કરેલ સમાચારનો સુધારો…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

માત્ર એક વાઇફાઈનું રાઉટર પરત કરવાની નજીવી બાબતે લાકડાના ફટકાથી માર મારી નવયુવાન આમીર શેખને અધમોયો કરનાર ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) પર સમગ્ર સભ્ય સમાજની ફિટકાર…

પોલીસે ગત તા-26/05/23 ના રોજે ફરિયાદ દાખલ કરી આતંકી ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) પર આઇપીસીની કલમ 323, 324, 504 અને 506(2) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી…

વડોદરા હોસ્પિટલ ખાતે આજરોજ સારવાર દરમિયાન નવયુવાન આમીર શેખની હાલત અત્યંત ગંભીર થતા આતંકી માનસિકતા ધરાવતા ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) વિરુદ્ધ આઇપીસીની કલમ 307 નો ઉમેરો કરવા લોક માંગ ઉઠી…

આશાસ્પદ નવયુવાન આમીર શેખને મરણીયો માર મારવામાં વિકૃત ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) સહિત અન્ય ઈસમો પણ હોવાની લોક ચર્ચા….

મળતી વિગતો મુજબ ગત તા-26/05/23 ના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી આમીર શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ગોધરા નગરના ગુરૂકૃપા કોમ્પલેક્ષના સેકન્ડ ફ્લોરમાં આવેલ GTPL બ્રોડબેન્ડ પાઇવેટ લીમિટેડ કંપનીમાં સેલ્સ રીન્યુઅલ તરીકે નોકરી કરી GTPL ના કસ્ટમરો પાસેથી પેમેન્ટ કલેકટ કરવાનું તેમજ બ્રોડબેન્ડ કોઈ કસ્ટમર રીન્યૂ ન કરાવે તો વાઇફાઇ મોડમ કંપનીમાં જમા કરવાનું કામ કરતા હતા.
જે અનુરૂપ તેઓ ગત તા-25/05/23 ના રોજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ગોધરા નગરના સુવિધા નગરમા ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) ની ઓફિસે ગયેલ હતા આ વખતે ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) તેઓની ઓફિસ પર હાજર હોઈ જેથી આમીરે તેઓને જણાવેલ કે તમોએ બ્રોડ બેન્ડનું રીન્યુઅલ કરાવેલ નથી જેથી વાઇફાઇ મોડેમ પરત લઇ જવાનું છે, આ વાઇફાઇ મોડેમ મને આપી દો, આ સાંભળી ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલે) કહેલ કે વાઇફાઇ મોડેમ સાંજના છ વાગ્યા પછી મળશે જેથી આમીરે જણાવેલ કે સંજયભાઇ સાથે મારે વાતચિત થઇ ગયેલ છે, માટે વાઈફાઈ મોડેમ મને પાછું આપી દો તેમ કહેતા જ ગેલલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) એકદમ ઉશ્કેરાઇ જઇ કહેવા લાગેલ કે તું કોણ છે, મને વાઇફાઇ મોડેમ પાછુ આપી દો એમ કહેવાવાળો તેમ કહી આમીરને ગમે તેવી ગાળો બોલવા લાગેલા જેથી આમીરે તેમને ગાળો બોલવાની ના પાડતા એ અમાનુષી માનસિકતા ધરાવતા ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને એની ઓફિસમાં ફર્નિચરનુ કામ ચાલતુ હોય ત્યાં પડેલ પ્લાયવુડનું લાકડુ હાથમા લઇ આમીરને વારાફરથી બંને પગ તેમજ બન્ને હાથ અને બરડાના ભાગે તથા જમણા ખભાના ભાગે તેમજ માથાના ભાગે પ્લાયવુડના લાકડાનના ફટકા મારવા લાગેલ અને કહતો હતો કે જો તુ ફરીથી અહી આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ત્યાબાદ આમીરને વધારે ઇજા થયેલ હોય એ બેભાન થઇ ગયેલ હતો અને જયારે એ ભાનમાં આવ્યો ત્યારે એ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમા સારવાર હેઠળ દાખલ હતો, ત્યારબાદ ટૂંકી સારવાર દરમિયાન આજરોજ નવયુવાન આમીર શેખની હાલત વધુ ગંભીર થઈ જતા તેને હાલ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે..

ઉલ્લેખનીય છે કે એક સામાન્ય વાઈ ફાઈના મોડેમને પરત આપવા જેવી નજીવી બાબતે ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) નામનો વ્યક્તિ આતંકી બની જાય અને એક મજૂરીયા નવયુવનને અમાનુષી માર મારી તેનું ઢીમ ઢાળી દેવાનો પ્રયાસ કરે એ વાત સમજ બહારની હોવાની લોક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.. ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) ની આતંકી માનસિકતાનો એક એક ફટકો આમીરને નહીં પરંતુ એ નવયુવાન પર આશાઓ રાખનાર એના પરિવારને વાગ્યો હશે.. ગેતલ પટેલ નામની GTPL આઈડીના અદ્વૈત સતનામી (પટેલ) ની શૈતાની ઘૃણાઓથી ઉભરાયેલી વિકૃત માનસિકતાનો માર આમીરને નહીં પરંતુ એની સગર્ભા પત્નિ અને માસૂમ બાળકના ભવિષ્યને વાગ્યો હશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here