પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ના વરદ હસ્તે છોટાઉદેપુર ખાતે બેડમિન્ટન સંકુલનું લોકાર્પણ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

ઉતકૃષ્ઠ તેમજ અતિ ઉતકૃષ્ઠ કામગીરી બદલ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા

આજરોજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રેન્જ આઇજી સઁદીપસિંહ છોટાઉદેપુર મુલાકાતે આવ્યા હતા. છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેઓના વરદ હસ્તે બેડમિન્ટન સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અને બાજુ ના ભાગે વૃક્ષરોપાણ કયૃ હતુ તેમજ છોટાઉદેપુર જિલ્લાના ઉતકૃષ્ઠ તેમજ અતિ ઉતકૃષ્ઠ કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રેન્જ આઇજી સઁદીપસિંહ સાથે છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ અને નર્મદા જિલ્લાના પોલીસ વડા સહીત તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here