કાલોલના બોરુ ગામમાં જુગારીઓ પર પોલીસ ત્રાટકી: ૬ જુગારીઓને ઝડપી લીધા.બે ફરાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના બોરુ ગામે પોલીસ જુગાર રમતા જુગારીઓ પર ત્રાટકી ૧૮૮૦ નો મુદ્દામાલ કબજે કરી ૬ જુગારીઓ ની ધરપકડ કરી છે અને બે જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યાં મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલોલ તાલુકાના બોરુ ગામની રિફાઇ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને સ્ટ્રીટ લાઇટ અજવાળે જાહેરમાં પાના પતાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે બાતમીના સ્થળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઇસમોને પોલીસને આવેલી જોતા નાસભાગ મચી હતી જોકે પોલીસે પીછો કરી ૬ જુગારીઓને ઝડપી પાડયા હતાં જ્યારે બે જુગારી ભાગી છુટયા હતા ત્યા પકડાયેલા છ ઇસમોની અંગ જડતી માં રૂ.૧૨૫૦/અને દાવ ઉપરના ૬૩૦/મળી કુલ રૂ,૧૮૮૦/સહિત જુગાર ના પાનના પત્તા કબજે કરી તપાસ શરૂ કરી હતી જે અંતર્ગત પોલીસે ઝડપાયેલા છ સહિત આઠ જુગારીઓ વિરોધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here