અરવલ્લી જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા ‘થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાલડી, અમદાવાદ અને રામાણી બ્લડ બેંક, મોડાસા દ્વારા સહયોગ આપવામાં આવ્યો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યું હતું. થેલેસેમીયા ટેસ્ટ કેમ્પનો 649 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ રામાણી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને આદરણીય ફેકલ્ટી સભ્યો દ્વારા કુલ 149 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. તબીબોની ટીમ દ્વારા રક્તદાન માટે યોગ્યતાના માપદંડોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.

સદર કેમ્પના આયોજન તેમજ સંચાલનમાં જીમખાના ટીમ, સરકારી ઈજનેરી કોલેજના તમામ ફેકલ્ટી સભ્યો, વૉલેનટીયર્સ વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કેમ્પને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here