કાલોલના પીંગળી ગામ નજીક ઉભેલા ડમ્પરને પાછળ મોટરસાયકલ ચાલકે અકસ્માત કરતા એકનું મોત બે ઇજાગ્રસ્ત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના દેલોલ તરફથી સણસોલી રોડ ઉપર સાગા ના મુવાડા ગામે પીંગળી ગામ નજીક ગુરુવારે રાત્રે રોડની સાઈડમાં ડમ્પર નંબર જીજે ૦૬ એ વી ૮૨૨૧ ની પાછળ ના ભાગમાં બે ઈસમો (૧) રમણભાઈ ફતાભાઈ ભોઈ (૨) નરેશ કુમાર પરસોત્તમભાઇ ભોઈ બન્ને રે .બડેવીયા તા. ગળતેશ્વર જિલ્લો ખેડા ઉભેલા તે સમયે એક મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાયકલ નંબર જીજે ૧૭ બીઈ ૬૬૭૮ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડમ્પર પાછળ ઉભેલા બંનેને અડફેટમાં લેતા ડમ્પર સાથે અથડાવી દેતા ત્રણને ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થતા કોઈકે 108ને ફોન કરતા ત્રણેયને કાલોલ સરકારી દવાખાના મા સારવાર માટે લાવેલા રમણભાઈ ફતાભાઈ ભોઈ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તથા શરીરમાં ઇજાઓ થયેલ જેઓને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કરેલ તથા નરેશભાઈ પરસોત્તમભાઈ ભોઈ ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓને અને મોટરસાયકલ ચાલક ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સરકારી દવાખાને રીફર કરેલ અંગેની ફરિયાદ દિનેશભાઈ ડાહ્યાભાઈ ભોઈ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ઇ.પી.કો.કલમ તથા એમ વી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here