કાકા દ્વારા દારૂ પીને ભત્રીજીને ગમે તેમ ગાળો બોલતા અભયમ 181 હેલ્પલાઇન દ્વારા અટકાયત કરવામાં આવી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડાં તાલુકાના સુરવા ગામેં રહેતા યોગીતાબેન નટવરભાઈ તડવી તથા તેમના દાદા કાંતિભાઈ જીવાભાઈ તડવી ને તેમના કૌટુંબીક કાકા મહેન્દ્રભાઈ જયંતીભાઈ તડવી દ્વારા દારૂ પીને ગમે તેમ ગાળો બોલી ને હેરાનગતિ કરતા યોગીતા બેન દ્વારા અભયમ 181 હેલ્પ લાઈન પર કોલ કરી ને મદદ માંગવામાં આવી હતી.

અભયમ 181 હેલ્પલાઇન પર ફોન આવતાજ અભયમ 181 ના કર્મચારીઓ તાત્કાલિક સુરવા ગામે પહોંચીને મહેન્દ્રભાઈ તડવી ની અટકાયત કરી ને તિલકવાડાં પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરીને આરોપી વિરુદ્ધ અરજી આપી ને તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા નું જણાવ્યું હતું.

અભયમ 181 હેલ્પલાઇન ની સુચનના આધારે તિલકવાડાં પોલીસ દ્વારા આરોપીની પૂછતાજ કરતા પોતાનું નામ મહેન્દ્ર તડવી બતાવ્યું હતું આરોપી ની હાલત જોતા નશો કરેલી હાલત માં હોઈ તેમ જણાતાં તિલકવાડાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી ને આગર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here