શહેરા : સફેદ પથ્થરના કાળા કારોબાર વિરૂધ્ધ ખાણ ખનીજ વિભાગની લાલ આંખ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરામા ખનીજ વિભાગે ખનીજ ચોરો સામે લાલ આંખ કરી હતી. મોડાસાથી રોયલ્ટી પાસ વગર સફેદ સ્ટોન પાવડર ભરીને હાલોલ તરફ જતી એલ પી ટ્રકને ઝોઝ પાટીયા પાસે ખનીજ વિભાગે પકડી પાડીને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવી હતી. ખનીજ વિભાગે ટ્રક અને સફેદ સ્ટોન પાવડર મળીને પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો….

શહેરામાં સફેદ પથ્થરના ગેરકાયદેસરના ખનનમા સ્થાનિક ખનન માફીઆ સક્રિય થયેલા છે અને તેઓ દ્વારા રાત્રીના સમયે સફેદ પથ્થરના કાળા કારોબારને અંજામ આપવામાં આવે છે તેઓની કાર્યપદ્ધતિ એટલી વ્યવસ્થિત છે કે ખાન ખનિજ વિભાગના આધિકારીથી લઈ શહેરા મામલતદાર અને પ્રાંતની દરેક હિલચાલ પર તેઓની બાઝ નજર રહેતી હોય છે ત્યારે શનિવારના રોજ ખાણખનીજ વિભાગના બ્રિજેશ વસાની ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટ્રક જેનો નંબર જી.જે.૨ એક્સ ૩૪૬૧માં સફેદ રંગનો સોફ્ટ સ્ટોન પાઉડર ભરી મોડાસા થી નીકળી હાલોલ ખાલી કરવા જઈ રહ્યો છે ત્યારે સાંજ ના લગભગ ૪ વાગ્યે ને ૫૬ મિનિટે આ ટ્રક ને શહેરા થી દૂર ગોધરા હાઇવે પર ૪ કિમીએ આવેલા જોઝ ગામે આંતરી ચાલક પાસે આ સફેદ રંગના સોફ્ટ સ્ટોન અંગેની પાસ પરમીટ માંગતાં મળી આવેલી નહતી જેથી ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા ટ્રકને શહેરા મામલતદાર કચેરીએ લાવી તપાસ કરતા તેમાં ક્ષમતાથી વધુ પ્રમાણમાં પાઉડર નો જથ્થો જણાયો હતો અધિકારી દ્વારા ૫ લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here