વિધ્યાર્થીઓના ભવિષ્યનું સિંચન કરતાં ગુરૂઓ સરસ્વતીધામમાં મદિરાની મોજ માણતા ઝડપાયા…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં શાળાના મુખ્ય શિક્ષક અજિત પટેલ તેમજ અન્ય વીનેશભાઈ માછી આ બે શિક્ષકો પૈકી એક શિક્ષક શાળામાં ઉધતા હતા તેમજ અન્ય એક શિક્ષક શાળામાં હતા અને અન્ય એક શિક્ષક બહારનો હતો આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બે શિક્ષકોને ફરજ મોકુફ કરાયા હતા તેમજ ત્રણ વિરુદ્ધ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે ત્રણ શિક્ષકો પૈકી શાળાના મુખ્ય શિક્ષક અજિત પટેલ તેમજ અન્ય શિક્ષક વીનેશ માછી તેમજ અન્ય એક શિક્ષક શાળામાં રોકાયા હતા. ત્યાર બાદ સ્થાનિક સરપંચ તેમજ ગ્રામજનોએ શાળામાં તપાસ કરતા શાળામા એક શિક્ષક વીનેશભાઈ માછી ગંજી અને ચડ્ડો પહેલી ઉધતા હતા તેમજ અન્ય શિક્ષક શાળામાં જ હતા તેમજ અન્ય એક શિક્ષક બહારનો હતો તેમજ માંસાહારી મિજબાનીનું આયોજન કરી માંસાહારી મિજબાની સાથે વિદેશી દારૂની બાટલ જોવા મળી હતી આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પણ વાઇરલ થયો હતો આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ સોંપતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ આ બે શિક્ષકોને ફરજ પરથી મોકુફ કરાયા હતા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાયેલ ફરજ મોકુફના હુકમમાં મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષક કેફી દ્રવ્ય માંસાહારનું સેવન કરેલુ છે તેમ જણાવ્યું હતું. તેમજ અન્ય વ્યક્તિ વડોદરાના અજિતપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વીજય ભાઈ શકર ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે ગુંડેર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અજિત ચદુભાઈ પટેલ તેમજ અન્ય શિક્ષક વીનેશભાઈ માછી તેમજ વડોદરાના અજીતપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ શકરભાઈ પટેલ વિરુદ્ધ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોરોના કાળમાં શાળા શિક્ષક કાર્ય બંધ છે અને શાળા કે જ્યાં બાળકોમાં શિક્ષણ સાથે સારા સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે ત્યાં દારૂની બોટલો તેમજ આરામ ફરમાવતા શિક્ષકો જોવા મળ્યા હતા . સરકારી શાળામાં આ ઘટના બનતા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here