છોટાઉદેપુર, સકીલ બલોચ :-
શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ઝાબ ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૨,૦૪૦/- નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૭૨ કિ.રૂ.૩૨,૦૪૦/-
(૨) મોટર સાયકલ નંગ-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- કુ.કિ.રૂ.૭૨,૦૪૦/-