છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ૧૦ ગામોને હેરણનું પાણી મેળવવા બાબતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકાના કાનાકુવા ઈન્દ્રાલ સોનગીર સહિતના દસ જેટલા ગામોમાં હેરણ કેનાલનું પાણી સિંચાઈ માટે મળે તે માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ સંખેડા સેવાસદન ખાતે આવેદનપત્ર આપ્યું હતું એરન કેનાલનું પાણી ખેતીની સિંચાઈ માટે ન મળે તો સંખેડા તાલુકાના ૧૦ ગામો માં ખેતીનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે તેથી આવેદનપત્રો આપવામાં આવ્યું સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતોને ખેતીની સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે નર્મદા મેઇન કેનાલ માંથી હેરણ કેનાલમાં પાણી નાખી અને ખેડૂતોને સિંચાઇમાં અને ખેડૂતોની ખેતીની સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ ગત પાંચ વર્ષથી આ સિંચાઇની કેનલ નવીકરણ કરવા માટેની કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત થયું હતું તેમાં હાલ કામ ચાલુ જ છે પરંતુ હેરણ સિંચાઇ ના અધિકારીઓએ ગયા વર્ષે પણ કેનાલનું કામ ચાલુ કરવા બાબતે ૧૨ મહિનાથી બંધ કરી અને કામ કરવાનું પણ વિલંબ કરી છે અને આ વર્ષે પણ આ પંથકમાં વરસાદ વધારે હોવાથી ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતો ને સિંચાઇનું પાણી વહેલી તકે મળે તે માટે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દેસાઈ સાથે તાલુકાના ખેડૂતો તેમજ આગેવાનો સંખેડા સેવાસદન માં જઈને નાયબ મામલતદાર શ્રી બી.કે રાઠવા સાહેબની રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here