એન.એમ.એમ.એસ સ્કોલરશીપ પરીક્ષામાં બોડેલી તાલુકાના વિદ્યાર્થીઓ ઝળક્યા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ એન.એમ.એમ.એસ ૨૦૨૧ ની પરીક્ષામાં બોડેલી તાલુકામાંથી કુલ ૩૪૭ બાળકોએ પરીક્ષા આપી હતી.જેમાંથી કુલ ૧૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હતી.૧૬૨ વિદ્યાર્થીઓ પૈકી બોડેલી તાલુકાના કુલ ૧૩ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી બોડેલી તાલુકાનું ગૌરવ વધારેલ છે.મેરીટમાં આવેલ તમામ ૧૩ બાળકોને સરકાર તરફથી ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ અર્થે દર વર્ષે રૂ ૧૨૦૦૦ લેખે ચાર વર્ષ સુધી કુલ ૪૮૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે.મેરીટમાં આવેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનવામાં આવશે.તેમ બોડેલી બી.આર.સી વિશાલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.તાલુકા બીઆરસી,સીઆરસી અને શિક્ષકોએ મેરીટમાં આવી સ્કોલરશીપ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન સહ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here