મોડાસાના ડીપ વિસ્તારમાંથી ખોવાયેલ બેગ મળી આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નેત્રમ સીસીટીવી ની મદદ થી બેગ મળી આવી. મોડાસા એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા તબિયાડ મીનાક્ષીબેન સુરજીભાઈ રહેવાસી. મોડાસા. મોડાસા ડેપોમાં ફરજ ઉપર હતા.

ત્યારે 12:00 વાગ્યાના અરસામાં તેમનું પર્સ અને મોબાઈલ કિંમત રૂપિયા 30,000 કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ.

જે અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને અરજી આપતા મોડાસા ટાઉન પોલીસ એ નેત્રમ શાખાના પીએસઆઇ જે.એચ. ચૌધરી અને ટીમ તેમજ મોડાસા ટાઉન પોલીસ એ ડીપ વિસ્તાર અને ચાર રસ્તા ના સીસીટીવી ચેક કરતાં અજાણ્યો ઇસમ પર્સ લઈને દીપ વિસ્તારમાંથી પસાર થતો જોવા મળ્યો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે સ્થળ તપાસ કરતા અરજદારનું પર્સ અને મોબાઈલ મળી આવતા અરજદારને સહી સલામત પરત આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here