છોટાઉદેપુર જિલ્લાની એની નદીમાં બે બાળકો ડૂબ્યા ફાયર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા નદીમાંથી લાશ મળી આવી

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામ પાસે આવેલ રેલવે બ્રિજ નીચે એની નદીમાં નાહવા માટે 14 વર્ષના 2 કિશોર સંદીપ ભાઈ દીપલાભાઈ રાઠવા ઉ વર્ષ 14 અને આકાશભાઈ સંજયભાઈ રાઠવા ઉ વર્ષ 14 ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. શાળાના દફતર નદીની બહાર દેખાતા છોટાઉદેપુર ફાયર વિભાગ યુવરાજસિંહ ગોહિલની ટિમ દ્વારા તપાસ હાથ ધરતા બંને કિશોરોના મૃત દેહ મળી આવ્યા હતા. છોટાઉદેપુર ની તેજગઢ ની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 ના બંને વિદ્યાર્થીઓ ગત રોજ શાળાએથી છૂટી ઘરે ન પહોંચ્યા હતા અને પરિવાર તથા ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આજરોજ તેઓની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.
છોટાઉદેપુર તાલુકાના રોજકુવા અને અછેટા ગામના બે કિશોર ગત રોજ તા 2ના તેજગઢ એ એન પંચોલી સાર્વજનિક શાળામાં માં અભ્યાસ કરતા હોય અભ્યાસ પૂર્ણ કરી નીકળ્યા હતા. પરંતુ ઘરે પહોંચ્યા ન હતા જેથી પરિવાર જનો તથા ગ્રામજનોએ તપાસ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મળ્યા ન હતા. ગ્રામજનો ને મેસેજ મળ્યો હતો કે કિશોરોના દફતર અને કપડાં નદી કિનારે પડ્યા છે. જેથી પોલીસને જાણ કરી હતી અને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટિમ સ્થળ ઉપર પોહચી ગઈ હતી અને આજરોજ બપોરના 12:30 કલાકે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંને અને 45 મિનિટ દરમ્યાન કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બંનેના મૃતદેહ પોલીસને સોંપી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ ખાતે લાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનતા ગામલોકોમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી નદીઓ માં ગેર કાયદેસર રેતી ખનન કરી ખાડા ખોદવામાં આવે છે. જ્યારે અબોધ બાળકો નદીએ નાહવા જતા રહે છે. અને ખોડેલા ઊંડા ખાડા નદીમાં ચોમાસામાં પાણી વધુ હોવાને કારણે ખ્યાલ આવતો નથી. અને મસ્તીની મઝા મોતની સજા બની જાય છે. જ્યારે ગેરકાયદેસર રેતી ખનન બાબતે ખાડા ખોદવામાં આવતા હોય જેમાં માસુમોનો ભોગ લેવાય છે. સદર બાબતે તંત્ર દ્વારા પણ કાળજી લેવામાં આવે એ પણ જરૂરી છે. છોટાઉદેપુરમાં થોડા મહિના અગાઉ ઓરસંગ નદીમાં પણ બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. સમગ્ર ઘટના બનતા બનતા ભારે રોષ ફેલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here