આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા સંગઠન દ્વારા ધાનેરા તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજે બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકા કાર્યાલય નું ઉદ્ઘાટન પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી,પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી ,જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઇ પટેલ ના હાથે રીબીન કાપી દીપ પ્રાગટય કરી ખુલ્લું મુકવામાં આવ્યું. જેમાં જિલ્લા ઉપપ્રમુખ વિજયભાઈ દવે(ડીસા નગરપાલિકા કોર્પોરેટર) ધાનેરા તાલુકા પ્રમુખ મંગલસિંહ રાજપૂત,શહેર સંયોજક ઇન્દ્રભાઈ તુવર, ડીસા શહેર પ્રમુખ સુભાશભાઈ ઠકકર, ધાનેરા તાલુકા ઉપપ્રમુખશ્રીઓ,મહામંત્રી,મંત્રી, અજમલભાઈ, ચંદનસિંહ એડ્વોકેટ,, નરેશભાઈ ,કુંપાભાઈ, અબ્દુલભાઇ, રસિકભાઈ,સહિતના તમામ પદાધિકારીશ્રીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં હાજર રહયા.અને તમામ ને સુભકામનાઓ પાઠવામાં આવી..અને *મિશન 2022 અને *જન સંવેદના મુલાકત* માટે આવી રહેલ સ્ટેટ ના તમામ પદાધિકારીઓ વિશે માહિતિ આપવામાં આવી.બુથ સુધીનું સંગઠન મજબૂત બને તે માહિતી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here