અરવલ્લી જિલ્લામાં રીચાબેન રાજીવભાઈ વણકરને મળી વિદેશ અભ્યાસ માટે સહાય ઓસ્ટ્રેલિયામાં કરી રહ્યા છે અભ્યાસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપનાને ઉડાન આપી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના કોટડાઆંબાગામ ના રિચાબેનને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત 15 લાખની સહાય મળતા તેઓ ઓસ્ટ્રેલિયા ભણવાનું સ્વપ્ન સાકાર થયું છે.રિચાબેન અને તેમના પરિવાર સાથે સંવાદ કરતા જાણવા મળ્યું કે, રિચાને વિદેશમાં ભણવા જવાનુ સપનું રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત પૂરું થયું છે. આજે રિચા ઓસ્ટ્રેલિયામાં ભણી રહી છે.વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું કોઈ પણ અવરોધ વગર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની સહાય માટે અમે આભારી છીએ.

અનુસૂચિત જાતિના તેજસ્વી યુવાઓની સિદ્ધિ તથા સફળતા આડે નબળી આર્થિક પરિસ્થિતિ ન આવે તે માટે રાજ્ય સરકારે તેઓના શમણા સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે.શિક્ષણ એ સુસંસ્કૃત સમાજનો પાયો છે. આ પાયાને વધુ મજબૂત બનાવી સુદ્રઢ સમાજની ઈમારત ઊભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે. વિશેષરૂપથી વંચિતોનું હિત આ સરકારના હૈયે વસેલું છે. અને એટલા માટે જ અનુસૂચિત જાતિના યુવાઓને ઉચ્ચ અભ્યાસમાં આવતા આર્થિક અવરોધોને દૂર કરી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’.

ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.ધોરણ 12 પછી MBBS ના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવી લો હોય તો
પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશ માં અભ્યાસ માટે
પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે,લાભ મેળવનાર અરજદારને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સાદા વ્યાજ તરીકે વિદેશ અભ્યાસ લોન (Videsh Abhyas Loan Sahay Yojana) આપવામાં આવે છે.વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here