કાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા વિનામૂલ્યે પાણીનાં અંદાજીત એક હજાર કુંડા વિતરણ કરાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા પશુપક્ષી અને પર્યાવરણ પ્રેમી જનતાને નગરપાલિકામાં સમાવિષ્ઠ દરેક વિસ્તારની સોસાયટીઓ ખાતે વિનામૂલ્યે પક્ષીઓનાં પાણીનાં અંદાજીત એક હજાર કુંડા ઓ વિતરણ કરવામાં આવ્યાં હતાં
અત્યારના ઉનાળામાં ધોમ ધખતા તાપમાં પક્ષીઓને માટે પક્ષીઓની તૃષા સંતૃપ્ત કરવા પાણી નાં કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતા કાલોલ ની જનતાને આ પક્ષીઓ અને પ્રાણીઓના પાણીનાં કુંડા પોતાના ઘરે લઈ જઈ આ સેવાકાર્યમાં સહભાગી બનેલ કાલોલ શહેરના વિવિધ વિસ્તારોના નગરજનો વતી પુર્વ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા હર્ષની લાગણી વ્યકત કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ દર વર્ષે ઉનાળાની ગરમીમાં કુંડાનું વિતરણ અને વૃક્ષારોપણ સાથે લોકલ ફોર વોકલ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાયના છાણમાંથી બનેલા ૩૦૦૦ દીવા તથા ગીતા જયંતિ નિમિતે ૧૦૧ ગીતાજી નું પણ વિતરણ કરેલ છે ભારતીય સંસ્કૃતિ ને આગવું સ્થાન આપી ને હમેશા સેવા કરવી એ જ પુર્વ પ્રમુખ નું મુખ્ય ધ્યેય રહેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here