અપેક્ષા ટ્રસ્ટ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે જરૂરિયાતમંદ ટી.બી.પેશન્ટને પોષ્ટીક આહાર કીટનુ વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

માનનીય જિલ્લા ક્ષય અધિકારી, ડૉ. ભરતસિંહ ચૌહાણના અઘ્યક્ષ સ્થાને  અપેક્ષા ટ્રસ્ટના સંચાલક શ્રીમતિ કુસુમબેન મકવાણા તરફથી અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે જરૂરિયાતમંદ ટી.બી.પેશન્ટ ને પોષ્ટીક આહાર કીટનુ વિતરણ કરાયું

છોટાઉદેપુર ના અર્બન હેલ્થ સેન્ટર મેડીકલ ઓફિસર ડૉ. ધર્મેશ રાઠવાના સહયોગથી એક સરસ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય સ્ટાફ ની સાથે ટી.બી. પેશન્ટ ઉપરાંત ફેમિલી મેમ્બર્સ ને પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કીમોપ્રોફાઇ લેક્સિસ ડોઝ લેવો જોઈએ દરેક દર્દીને કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે સમજાવ્યું.આ ઉપરાંત દર્દીના વજન અને ઉંચાઈ માપી BMI ચેક કરવામાં આવ્યું.

આ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના સહયોગથી ભોરદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ દાતા નું નામ જાહેર કર્યા વગર ટી.બી. ના જરૂરીયાતમંદ દર્દી ને પોષ્ટિક આહાર કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. એવી જ રીતે છોટાઉદેપુર તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સફળતા પૂર્વક ટી. બી. ના જરૂરિયતમંદ દર્દીને કીટ વિતરણ કરવામાં આવી છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવેલ આહવાન દેશ માંથી ૨૦૨૫ ના વર્ષ સુધી માં ટી. બી. રોગ નાબૂદી માટે ટી. બી.ના દર્દીને હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર ઉપરાંત પોષ્ટિક આહાર ની ઓછપના કારણે દવાઓની અસર ઓછી થવાની શકયતા હોય શકે તે માટે દરેક જરૂરિયતમંદ ટીબી ના દર્દીને પોષ્ટિક આહાર કીટ આપવા સમાજમાં સ્વેચ્છિક સંસથાઓ, એન. જી. ઓ, દાતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સમાજસેવકો. સરપંચો, સભ્યો,જાગૃત નાગરિકો ને આગળ આવવા અપિલ કરી છે અને ટીબી ના દર્દીને રોગમુક્ત કરવા સહાયરૂપ થવા આહવાન આપેલ છે.
અત્રેના જિલ્લા ક્ષય અઘિકારી ડૉ. ભરતસિંહ ચૌહાણ ટીબી ના દર્દીને નિશુલ્ક સારવાર ની સાથે પોષ્ટિક આહાર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તેમજ સમાજમાં છૂપાયેલા ટીબી ના દર્દીને શોધીને સારવાર પર મૂકવા.. જેવાં કે બે અઠવડિયાથી ખાંસી, વજન ઘટવું, ગળફા માં લોહી આવવું, રાત્રે પરસેવો થવો, છાતીમાં દુઃખાવો,થાક લાગવો, વિગેરે લક્ષણો ધરાવતાં દર્દીને નજીકના સરકારી દવાખાનામાં મોકલવા અને ગળફાની તપાસ કરાવવી. એમ છોટાઉદેપુર ના એસ ટી એસ વણકર મનહરભાઈ અને એસ ટી એલ એસ પરેશભાઈ વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here