ડીસા મામલતદાર કચેરી સ્ટાફ માસ સીએલ પર ઉતરી જતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયાં..

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વિવિધ આંદોલન ચાલી રહ્યા છે જેને લઈને આમ જનતાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીનાં સ્ટાફ જુની પેન્શન યોજના લાગું કરવાની માંગ સાથે હડતાલમાં જોડાયા છે.
સરકારી કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે વિવિધ સુત્રોચારો સાથે સરકાર સામે દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરી માસ સીએલ સાથે હડતાલમાં જોડાયા હતા ત્યારે સરકારી કચેરીઓમાં આજે કર્મચારીઓ હડતાળમાં જોડાતા સરકારી કામકાજ ઠપ્પ થતાં સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતાં અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયાં રહ્યા છે ત્યારે અરજદારો દ્વારા પણ સરકારને વિનંતી કરવામાં આવી હતી કે તાત્કાલિક અસરથી સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારી સરકાર કામકાજ રાબેતા મુજબ ચાલુ થાય તેવી માંગ સાથે સરકારને રજુઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here