છોટાઉદેપુર : વસેડી સ્ટેશન વિસ્તારના કતલખાનાનો મૂખ્ય આરોપી ફારૂક દડી પકડાયો, પોલીસ દ્વારા પ્રેસ કોનફરન્સ યોજી જણાવાયું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરના ઇતિહાસમાં સૌથી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર કતલખાનું ગત દિવસોમા છોટાઉદેપુર નગરના સ્ટેશન વસેડી સ્ટેશન વિસ્તાર માંથી ઝડપાયું હતું. છોટાઉદેપુર પોલીસ દ્વારા વસેડી સ્ટેશન વિસ્તારમાં થી 70 થી વધૂ જીવિત ગાયો તેમજ ગૌવંશ ઝડપી પાડવામાં આવ્યુ હતુ. જ્યારે 15 થી વધૂ ગાયોનું ગૌમાંસ ઝડપાયું હતું. છોટાઉદેપુર પોલીસને બાતમી મળતાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. છોટા ઉદેપુર નગરમાંથી પ્રથમ વાર કતલખાનેથી આટલી મોટી સંખ્યામાં ગાય તથા ગૌવંશ ઝડપાતા નગરમા ચકચાર મચી જવા પામી હતી. બચાવેલી 70 થી વધૂ ગાયોને પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યમાં ગૌહત્યા કરનાર ગેરકાયદેસર કતલ ખાનાનો મૂખ્ય આરોપી ફારૂકભાઇ દડી નાસતો ફરતો હતો તેને પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here