ઝઘડીયા : પીપદરા ગામે તસ્કરોએ સોલર પેનલ અને પેટી તોડી ઝટકા મશીનની ચોરી કરી

ઝઘડીયા તાલુકાની સીમમાં ખેતીવિષયક વસ્તુઓની ચોરીનો કિસ્સો સામે આવ્યો.

ઝઘડિયા(ભરૂચ)
કલીમ મલેક

ઝઘડીયા તાલુકાના વેપારી મથક એવા રાજપારડી નજીક આવેલા પીપદરા ગામે એક ખેડૂતના ખેતરમાં તસ્કરોએ સોલર પેનલ અને પેટી તોડી ઝટકામશીનની ચોરી કરી હતી રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી મળતાં સુત્રો મુજબ પીપદરા ગામના નીવાસી રણજીત ભાઈ ગુમાન ભાઈ વસાવા મહુડીવગામા આવેલ ખેતરમાં કેળનો વાવેતર કરેલ છે. ખેતરોમા ભૂંડો નુકશાન કરે છે જેના કારણે આ ભૂંડોના ત્રાસથી બચવા માટે રણજીત ભાઈ ગુમાન ભાઈએ સોલર પેનલ ગાર્ડના સોલર પેનલ ઝટકા મશીન મુક્યો હતો. તા.1લી ઓગસ્ટે રણજીત ભાઈ ગુમાન ભાઈ વસાવા જ્યાં એમને સોલર પેનલ પેટી તુટેલી હાલત મળી અને ઝટકા મશીન દેખાયું નથી. તસ્કરો દ્વારા ઝટકા મશીનની ચોરી થઈ ગઈ છે.

એમ રણજીત ભાઈ ગુમાન ભાઈ વસાવાને સમજાતા એમણે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ચોરીના આ કિસ્સામાં રૂ.2200/-ની કીંમતની પેટી તોડી નાખવામાં આવી હતી અને રૂ.15500/-ની કીંમતનો ઝટકા મશીન ચોરાઈ ગયું હતું. આમ, ખેડૂતને કુલ રૂ.17700/- નું નુકશાન ભોગવવું પડ્યું હતું. ઝઘડીયા તાલુકાની સીમમાં ખેતી વિષયક વસ્તુઓની ચોરી અને ભાંગ તોડના બનાવો અવાર નવાર સામે આવે છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. પોલીસ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવે એવી માંગ ખેડૂતો દ્વારા ઉઠાવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here