AIMIM અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે સરસપુર અમદાવાદ બીબી ફાતિમા (R.A) મસ્જિદ અંગે ખોટો કંટ્રોલ મેસેજ કરનાર વ્યક્તિ સામે FIR ની માંગ કરી

અમદાવાદ, આરીફ દિવાન (મોરબી):-

21/10/2021 ના ​​રોજ અચાનક પોલીસે સરસપુર અમદાવાદ ખાતે બીબી ફાતિમા (R.A) ની મસ્જિદમાં સર્ચ કર્યું, જેનાથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. બાદમાં મીડિયા દ્વારા જાણવા મળ્યું કે પોલીસે આ કેસમાં નિલ રિપોર્ટ ભરી દીધો છે, જો ખરેખર આ એક ખોટો ફોન કોલ હતો, તો પોલીસે બનાવટી કોલ કરનાર સામે એફઆઈઆર નોંધાવવી જોઈતી હતી પરંતુ પોલીસે આ ઘટના અંગે FIR નોંધી ન હતી.
AIMIM ના સદર જનાબ સાબીરભાઈ કાબાલી વાલાના આદેશ પર અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગણી કરી છે કે આ ઘટના માં તાત્કાલિક FIR નોંધવામાં આવે.

આ કેસમાં એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણે અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાં જઈને AIMIM અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ વતી ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here