સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ભૌમલિયા ગામ પાસે પૂરપાટ ઝડપે કારની અડફેટે સ્કૂટર સવાર મહિલાનું મોત

એકતાનગર,( નર્મદા) આશિક પઠાણ :-

મૃતક મહિલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવાન તરીકે ફરજ બજાવતા તમામ જવાનો માં ફેલાયેલો માતમ

મહિલા સાથે સ્કૂટર પર સવાર તેના બે બાળકો ને પણ ગંભીર ઈજા – સહિત આબાદ બચાવ

એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ભુમલિયા ગામ પાસે પુરપાટ ઝડપે દોડતી એક કાર ના ચાલકે સ્કૂટર સવાર મહિલા ને અડફેટે લેતા મહિલા નું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. મહિલા સાથે સ્કૂટર પર સવાર તેના બે બાળકોને ગંભીર ઈચ્છા થતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી રાત્રિના લગભગ દસેક વાગ્યાના સમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના એકતા નગર નજીક આવેલા ભુમલિયા ગામના માર્ગ પાસેથી કિયા કંપનીની કાર નંબર GJ 14 AP 7744 લયી ને તેનો સવાર પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારી જતો હતો, ત્યારે માર્ગ ઉપરથી પોતાના દીકરા અને દિકરી ની સાથે પસાર થઈ રહેલી સીઆઇએસએફ ની મહિલા જવાન ના એક્ટિવા સ્કુટર ને અડફેટે લેતા મહીલા ને માથા ના ભાગે તેમજ શરીર ઉપર ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનુ મોત નિપજ્યું હતું, તેની સાથે સ્કૂટર ઉપર સવાર તેના પુત્ર અને પુત્રી ને પણ અક્સ્માત મા ઇજા પહોંચી હતી, તેઓને દવાખાના માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
મહિલા સી આઇ એસ એફ જવાન નું અક્સ્માત મા મોત થતા સમગ્ર જવાનો માં ભાગે માતમ અને ગમગીની છવાઈ હતી.આ મામલે કેવડિયા પોલિસે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here