સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2023માં રેકોર્ડબ્રેક 50 લાખ થી પણ વધુ પ્રવાસીઓ ઉમટ્યા

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

1.75 કરોડ થી પણ વધુ પ્રવાસીઓ એ આજ પર્યંત મુલાકાત લીધી

દેશ વિદેશના પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બનતું જતું ગુજરાતનો પ્રવાસન કેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી

5 વર્ષમાં પ્રવાસીનો આંકડો 2023 નાં વર્ષમાં પ્રથમવાર 50 લાખને પાર- હજી 2 દિવસ બાકી

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર ખાતેના અન્ય પરિસરિય કેન્દ્રો દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનો એક ઉત્તમ અને અદભુત કેન્દ્ર બનતા જઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ થયા બાદ પ્રતિ વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો નોંધાઈ રહ્યો છે, 29 ડિસેમ્બર 2023 સુધી 50,29,147 પ્રવાસીઓએ એકતા નગરની મુલાકાત લીધી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ થયા બાદ વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે જોવા માટે ખુલ્લો મુકાયો ત્યારથી છેલ્લા 5 વર્ષમાં 1,75,26,688 પ્રવાસી નોંધાયા છે જે એક અદભુત અને આકલ્પનીય આંકડો કહી શકાય.

જો નાતાલ પર્વની જ વાત કરીએ તો 23 ડિસેમ્બર 2023 થી 29 ડિસેમ્બર 2023 સુધી નાતાલના વેકેશનમાં ચાર લાખથી પણ વધુ પ્રવાસીઓ એ માત્ર એક અઠવાડિયામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે

પ્રવાસી વધવાના મુખ્ય કારણો અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદીત અગ્રવાલ એ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વિકસિત થતું રાષ્ટ્રીય એકતાની અનેરી ની સાલ પૂરી પાડતો એક પ્રવાસ સન કેન્દ્ર બન્યું છે જેના માટે તેઓએ પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો,
ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો.,
રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો,
રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ,, સ્વચ્છ અને સુઘડ કેમ્પસ અતિ મહત્વ ના કારણો હોવાનુ જણાવ્યુ હતુ.
વધું માં તેઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રોજેક્ટ થકી સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવામા આવતા તેમનું આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો હોવાનુ પણ જણાવ્યુ હતુ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિ વર્ષ મુલાકાત લેતા પ્રવાસીઓ

વર્ષ 2018 – 4,53,020
વર્ષ 2019 – 27,45,474
વર્ષ 2020 – 12,81,582
વર્ષ 2021 – 34,32,034
વર્ષ 2022 – 45,84,789
વર્ષ 2023 – 50,29,147* ( 29/12/2023 સુધી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here