નર્મદામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમ યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા તાલુકામાં પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રેકટિકલ તાલીમ થકી તાલીમબદ્ધ કરાયા

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં અને જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લાના પાંચે તાલુકાઓમાં પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડસ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ માટે ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ તાલીમના ભાગરૂપે આજે તારીખ 30મી ડિસેમ્બરના દેડિયાપાડા તાલુકાના પોલીસ સ્ટાફ માટે ફર્સ્ટ રીસ્પોન્ડર્સ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમાર્થીઓને બેઝિક સી.પી.આર, સ્પાઇનલ ઇન્જરી, એકસીડન્ટ મેનેજમેન્ટ, બેઝિક ફ્લડ રેસ્ક્યુ અને ઇમર્જન્સીમાં રક્તસ્ત્રાવ રોકવા માટેની પદ્ધતિઓ વિશે તાલીમ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ડિઝાસ્ટર મામલતદાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here