સૈનિકો,પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રીતોના લાભાર્થે નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રી પંચમહાલની પ્રજાજોગ અપીલ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા.૦૭/૧૨/૨૦૨૩ના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિન સમગ્ર ભારતમાં ઉજવવામાં આવનાર છે. આ દિવસે દેશની સરહદો ઉપર ફરજ બજાવતા સૈનિકો, પૂર્વ સૈનિકો,સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રીતોના પુનર્વસવાટ અને કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવતુ ભંડોળ દેશના દાનવીર નાગરીકો તેમજ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક/ખાનગી એકમો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વ્યાપારીક ક્ષેત્રો પાસેથી તેઓની દેશદાઝની સ્મૃતિ અપાવતો ફાળો દાન સ્વરૂપે એકત્રીત કરવામાં આવે છે

પંચમહાલ જિલ્લાના નાગરીકોને દેશભક્તિના આ ઉમદા કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા હૃદયપૂર્વક અપીલ કરવામાં આવે છે.માં ભોમની રક્ષા કાજે પોતાના ઘર પરીવારથી દૂર દેશની સરહદો-સીમાડાઓ ઉપર ૨૪ કલાક ખડે પગે ઉભા રહી રક્ષા કરે છે તે સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના આશ્રીતોના પુનર્વસવાટ અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળને એકત્રીત કરવા માટે જાહેર જનતા કે જે પોતાનો વ્યક્તિગત ફાળો આપવા ઇચ્છતા હોય તેવા દાનવીરો પોતાનો ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ નંબર ૩૨, ત્રીજો માળ, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, ગોધરા, જિ. પંચમહાલ ખાતે રોકડમાં અથવા “કલેકટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ, ગોધરા”(COLLECTOR & PRESIDENT, ARMED FORCES FLAG DAY FUND, GODHRA) ના નામનો ચેક/ડ્રાફ્ટ અથવા એસ.બી.આઇ ગોધરા ગોધરા (મેઈન બ્રાન્ચ),લોખંડવાલા કોમ્પલેક્ષ,ગોધરાના ખાતા નંબર ૩૮૭૬૩૫૪૭૫૯૦ (IFSC CODE SBIN0000375) માં NEFT/RTGS દ્વારા જમા કરાવી સરકારી પહોંચ મેળવવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here