સિધ્ધપુર કોલ સેન્ટર પર LCB ત્રાટકી,અમેરીકા ફોન કરી પૈસા પડાવતાં 2 ઝડપાયાં

સિધ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

સિધ્ધપુર પંથકમાં પાટણ LCBની ટીમે કોલ સેન્ટર પર રેઇડ કરી બે ઇસમોને ઝડપી પાડ્યા છે. ગઇકાલે મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી કાર્યવાહીમાં ઇસમોની પુછપરછ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં ઇસમો અમેરીકામાં રહી લોન માટે એપ્લાય કરતાં વ્યક્તિઓને વાતોમાં ભોળવી ગિફ્ટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતાં હોવાનું ખુલ્યુ હતુ. LCBની ટીમે કાર્યવાહી 2 ઇસમને ઝડપી પાડી અન્ય 3 મળી કુલ 5 ઇસમ વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાયો હોવાની વિગતો મળી છે.
રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે.જે અનુસંધાને LCB PI એ.બી.ભટ્ટ સહિતની ટીમના અંબાલાલ, મોડજી,જયેશજી અને રાહુલ કુમાર પેટ્રોલિંગમાં હતી.આ દરમ્યાન LCBના પોલીસ કોન્સ્ટેબલ મોડજીજીને ચોક્કસ બાતમી મળી હતી કે, દેથળી ગામથી તાવડીયા જવાના રસ્તા પર આવેલ પેરેડાઇઝ વીલામાં ઇસમ અમેરીકામાં રહેતાં અને લોન માટે એપ્લાય કરતાં ઇસમોને છેતરીને પૈસા પડાવી રહ્યા છે.જેથી ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી 2 ઇસમો અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી આધારે કરેલ કાર્યવાહીમાં 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.જેમાં મેહુલ રજનીકાન્ત પરમાર ની પુછપરછ કરતાં ઇસમો ભેગા મળી ભારતમાંથી અમેરીકા ખાતેના લોન એપ્લાય કરતાં ગ્રાહકોનું લીસ્ટ મેળવી કોમ્પ્યુટરો તથા ફોનનો ઉપયોગ કરી જીમેઇલ દ્રારા ગ્રાહકોનો સંપર્ક કરી લોનની લાલચ આપી સિક્યુરીટી ડીપોઝિટ પેટે ગિફ્ટકાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરતાં હોવાનું ખુલ્યુ હતુ.જેથી LCBએ મેહુલ પરમાર અને દિનેશ રાવળ,બન્ને રહે. ટૂંડાવ, તા.ઊંઝાવાળાઓનેન ઝડપી પાડ્યા હતા.આ સાથે ફેઝલ, સોયેબ અને પુનીત પરમારને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી દરમ્યાન મોબાઇલ ફોન કિ.રૂ.10,000, લેપટોપ કિ.રૂ. 20,000 કોમ્પ્યુટર સેટ નંગ-5 કિ.રૂ.26,500, 2 વાઇફાઇ કિ.રૂ.4,000 મળી કુલ કિ.રૂ.60,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ઇસમો વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે આઇપીસી 120B, 419, 420 અને આઇટી એક્ટની કલમ 66-C, 66-D મુજબ ગુનો નોંધાવતાં હાલ આ મામલે PI ચિરાગ ગોસાઇ એ વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here