સિદ્ધપુર ની સરસ્વતિ નદી ઉપર ૨૦ કરોડ ના ખર્ચે બની રહેલ રિવર ફ્રન્ટ ની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ સ્થળ ઉપર જઈ થઈ રહેલ કામ ની સમીક્ષા કરી

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર આર પાધ્યા :-

સમગ્ર ભારત ભૂમિ ઉપરનું એક માત્ર માતૃગયા તીર્થ ધાર્મિક નગરી સિદ્ધપુર માં પવિત્ર સરસ્વતિ નદીના કિનારે સ્થિત ઐતિહાસિક માધુપાવડિયા ઘાટ થી સ્વયંભૂ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સુધીના ઉભા પટ માં વર્ષોથી સૂકી ભટ બની જવા પામેલી સરસ્વતિ નદીને પુનર્જીવિત(સજીવ) કરવા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી સાહેબ ના સ્વપ્ન ને સાકાર કરવા સવજીભાઈ ધોળકિયા ના ધોળકિયા ફાઉન્ડેશન તેમજ રાજ્ય સરકારના દ્વારા અમદાવાદ ખાતે સાબરમતી નદી ઉપર બનાવેલ રિવરફ્રન્ટ ની જેમ સિદ્ધપુર ની જીવાદોરી સમાન પવિત્ર સરસ્વતિ નદી ના પટ માં રૂપિયા ૨૦ કરોડના ખર્ચે બની રહેલ રિવર ફ્રન્ટ ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ની આજ રોજ ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી નદી ને પુનર્જીવિત કરવાના કામ કાજ જોઈ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી સાથે જરૂરી સૂચનાઓ આપી હતી. આ રિવરફ્રન્ટ ની કામગીરી ની શરૂઆત ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ થઈ હતી જેમાં પ્રથમ ફેજ માં રૂપિયા ૨૦ કરોડ ના ખર્ચે ૧૧ લાખ ઘન મીટર ના વિસ્તારમાં કામ થનાર છે જેમાંથી ૩ લાખ ઘન મીટર નું કામ કાજ પૂર્ણ થતાં ૧ કિલોમીટર બાય ૧૫૦૦ ફૂટ ના વિસ્તાર માં જેસીબી મશીન, ટ્રેકટરો, ડમ્પરો અને ૮૦ જેટલા કર્મઠ કામદારો ના અથાગ પ્રયાસો થી આગામી દિવાળી સુધીમાં રિવર ફ્રન્ટના પ્રથમ ફેજ નું કાર્ય પૂર્ણ કરાશે આ કાર્ય પૂર્ણ થતાં સિદ્ધપુર વાસીઓને એક સુંદર પર્યટન સ્થળની સોગાત મળશે તેમજ બારેય માસ પાણી રહેતા આજુ બાજુની જમીનના સ્તળ ઊંચા આવશે તેમજ અહી શ્રાદ્ધ વિધિ, અસ્તી વિસર્જન અને પિંડદાન કરવા દૂર દૂર થી આવતા લાખો શ્રદ્ધાળુઓ ને ફાયદો થશે જેનાથી આજુબાજુના વિસ્તારો માં રોજગારીની નવી તકો ઉભી થશે. આ કાર્યક્રમમાં સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોએ પુરૂષુક્ત ના પાઠ નું પઠન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સાથે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધોળકિયા ફાંદેશન ના સંસ્થાપક સવજીભાઈ ધોળકિયાને પુષ્પ અક્ષત ચંદન કુમકુમ થી તિલક કરી તેમનું અભિવાદન કર્યું હતું સાથે નરપાલિકા ના પ્રમુખ, વિવિધ કમિટીઓના ચેરમેન, કોર્પોરેટરો, ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો તેમજ પાટણ અને સિદ્ધપુર ના વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ખુબજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here