સિદ્ધપુર ખાતે શ્રીઅન્નપૂર્ણા માતાજીના મંદિરે એકવીસ દિવસીય વ્રતની ઉજવણી કરવામાં આવી

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ધામિઁક નગરી સિદ્ધપુર ખાતે વેદવાડાના મહાઢમાં બિરાજમાન ઐતિહાસીક શ્રીઅન્નપૂર્ણા માતાજી તથા શ્રીરંગનાથ મહાદેવના પ્રાચિન મંદીરે પ્રતિવષઁ મહોલ્લાવાસીઓ દ્વારા માગશર સુદ – ૬ થી માગશર વદ – ૧૧ સુધી એકવીસ દિવસિય શ્રીઅન્નપૂર્ણા માતાજીના વ્રત દરમિયાન વિવિધ ધાર્મીક કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવે છે અહી એકવીસ દિવસ વ્રત દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો તથા મહિલાઓ વ્રત ઉપવાસ, કથાવાતાઁ નુ કથન શ્રવણ કરીને શ્રી અન્નપૂર્ણા માતાજી તથા રંગનાથ મહાદેવની પૂજા પાઠ ઉપાસના કરી ધન્યતા અનુભવે છે.વ્રતના છેલ્લા દિવસે શ્રી અન્નપૂર્ણા યુવક મંડળ તથા મહિલા મંડળ દ્વારા પ્રતિવાષિઁક નગરજનોને દશઁન આપવા શ્રીઅન્નપૂર્ણા માતાજીની ભવ્ય શોભાયાત્રા નગર પરિક્રમા નિકળવવામાં આવી હતી ત્યારબાદ દરેકને મહા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here