સિદ્ધપુરના અતિપ્રાચીન શ્રીગોવર્ધનનાથજીનો ૪૦૩મો પ્રતિવાર્ષિક પાટોત્સવ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

દેવોના મોસાળ તીર્થ ક્ષેત્ર અને ધાર્મિક નગરી સિધ્ધપુરના નગરમધ્યે આવેલા નિશાળ ચકલાના ચોકમાં ઐતિહાસિક અતિપ્રાચીન શ્રીગોવર્ધનનાથજીનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરનો મહા વદ છઠને મંગળવારના રોજ ૪૦૩મો પ્રતિ વાર્ષિક ઉજવાતા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં વહેલી સવારથી શ્રીગોવર્ધનનાથજીના પાટોત્સવ નિમિત્તે શ્રીગોવર્ધનનાથજીના ભકતો તેમનાં દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. આ ૪૦૦ વર્ષ જૂના મંદિર સ્થિત શ્રીગોવર્ધનનાથજીની મૂર્તિ અલૌકિક છે આવી મૂર્તિ ભારતમાં ફક્ત બે સ્થળેજ છે એક મથુરાના બરસાનામાં અને સિધ્ધપુરમાં આવેલ શ્રીગોવર્ધનનાથજીની મૂર્તિ અષ્ટભૂજા ધારી આયુધો સાથે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉચકેલો હોય તે મુદ્રામાં છે તેમજ મૂર્તિની સાથેજ વાંસળી પણ છે જે સર્વે એકજ કાળા કલરના પત્થરમાંથી તરેસાએરી કલાત્મક મૂર્તિ વાળા મંદિરના પૂજારી મહેશભાઈ ઠાકર તેમના સુપુત્ર ગોકુલેશ ભાઈ ઠાકર તેમજ મંદિર કમિટી દ્વારા શ્રીજીનું વહેલી સવારે મંગળા આરતી બાદ મહાઅભિષેક,સોડષોપચાર પૂજા,પુરુષસુક્ત પાઠનું પઠન,મંત્ર પુષ્પાંજલિમાં શ્રીજીને સુંદર પુષ્પો તેમજ વસ્ત્રોથી શણગારકરી શૃંગાર આરતીનું સુંદર આયોજન કરાયું હતું અહીં આવેલા તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યુ હતુ તેમજ રાત્રે શ્રીવાલકેશ્વર મંડળના ભજન સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here