સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી 129.14 મીટર ઉપર પહોંચી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેમ ખાતે 116372 કયુસેક પાણીની આવક સામે 48611 કયુસેક પાણીની જાવક

રાજ્ય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી માં રાત દિવસ સતત વધારો નોંધાઈ રહ્યો છે, હાલ ડેમની જળસપાટી 129.14 મીટર ઉપર પહોંચી છે.

નર્મદા ડેમનાં ઉપરવાસ માથી ડેમ ખાતે પાણીની આવકમાં વધારો થતા આજરોજ સાંજે છ વાગ્યે નર્મદા ડેમ ની જળ સપાટી વધીને 129.14 મીટર ઉપર પહોંચી છે ડેમ ખાતે પાણીની ભારે આવક થયી રહી છે જ્યારે ડેમ ની
મહત્તમ સપાટી 138.68 મીટર ની છે.

હાલ ડેમ ખાતે પાણીની આવક 1,16,372 ક્યુસેક થતા વીજ ઉત્પાદન માટે રિવરબેડ પાવરહાઉસ શરૂ કરી તેમાંથી માંથી નદીમાં પાણીની જાવક 43,120 ક્યૂસેક થયી રહી છે જ્યારે કેનાલ હેડ પાવરહાઉસમાં વીજ ઉત્પાદન કરતા કેનાલમાં પાણીની જાવક 5,491 ક્યુસેક થતાં હાલ ડેમ ખાતે થી 48611 કયુસેક પાણીની કુલ જાવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 23 સે.મી. નો વધારો નોધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here