સરકાર દ્વારા વર્ગ ચારના શ્રમયોગીઓને એજન્સીઓ રદ કરી કાયમી કરવાનાં નિર્ણયને આવકાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત સરકાર સમક્ષ રાજ્યભરના મજુર સંગઠનો દ્વારા થયેલી રજૂઆત થકી આઉટ સોર્સ એજન્સીઓ દ્વારા સરકારી કચેરીઓમાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ ચાર ના શ્રમયોગીઓને એજન્સીઓ રદ કરી કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવતા મજુર મંડળ તથા સામૂહિક શ્રમયોગીઓ નો આ નિર્ણયનો આવકાર
ગુજરાત સરકાર હસ્તક ની ગાંધીનગર મુકામે આવેલ ઉદ્યોગ ભવન મજુર કમિશનર કચેરી તેમજ જુદા જુદા જિલ્લા તાલુકા કક્ષાએ આવેલ મદદનીશ મજૂર કમિશન તેમજ સરકારી શ્રમ અધિકારી તથા રાજ્યભરની જુદી જુદી મજુર અદાલત અને નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વર્ષોથી ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈ તેમજ રાજ્યભરના સરકાર સાથે સંકળાયેલ જુદા જુદા મજુર સંગઠનો દ્વારા સરકાર સમક્ષ વર્ષ ૨૦૦૮ થી ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ જેવી કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નિગમો પી એચ સી સી એચ સી કલેકટર કચેરી મામલતદાર કચેરી પાણી પુરવઠા વિગેરે કચેરીઓ માં વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીઓને તે સમયથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામગીરી લેવા કેટલીક એજન્સીઓ પાસેથી કામદારો મેળવી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામ લેવામાં આવે છે એજન્સી દ્વારા જે પણ કામદારો સરકાર શ્રી કચેરીઓમાં કામ કરતા હતા તે સરકારના પ્રિન્સિપલ એમ્પ્લોયર ગણાય તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં એજન્સીઓ દ્વારા મહેનતાણા પેટે જે પગાર ચૂકવવામાં આવતો હતો તે લઘુતમ વેતન ધારા કરતા ખૂબ જ ઓછો ચૂકવાતો હતો આમ શ્રમયોગીઓનું ભારે શોષણ કરવામાં આવતું હતું તેમજ વર્ષ ૨૦૦૮ થી એજન્સીમાં ફરજ બજાવતા કામદારો જ્યારે નિવૃત થાય ત્યારે તેઓને નિવૃત્તિના લાભોથી વંચિત રહેવા નો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ હોય જે બાબતની ફરિયાદો ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન પ્રમુખ એ એસ ભોઈ તથા રાજ્યભરના જુદા જુદા મજૂર મંડળ દ્વારા વર્ષ ૨૦૦૮ દરમિયાન માં દાખલ કરવામાં આવેલ એજન્સીઓ નો કોન્ટ્રાક્ટ રદ કરી વર્ષો થી ફરજ બજાવતા કામદારોની કાયમી કરવા માંગણી કરેલ સાથે સાથે આ પ્રશ્ન મજૂર મંડળો દ્વારા હાલની ગુજરાત સરકારમાં વિધાનસભા સદસ્યો સમક્ષ તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ સામુહિક રીતે મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ તે રજૂઆતો ધ્યાને લઈ સરકાર ની જુદી જુદી કચેરીઓમાં એજન્સી દ્વારા કામગીરી કરતા હતા તેવા વર્ગ ચારના તમામ શ્રમયોગીઓની ખાતાઓ દ્વારા ત્વરિત માહિતી મોકલી આપવા જાણકારી કરતા વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીઓને કાયમી કરવાનો જે નિર્ણય લીધો છે તે તમામ રાજ્યભરના મજૂર મંડળોએ આવકારદાયક ગયો છે પરંતુ નજીકના દિવસોમાં ચૂંટણીઓનો મહોલ આવતો હોય તે સમય દરમિયાન આ કામગીરી શક્ય હોય તેટલી જલ્દી થવા બાબતે ગુજરાત લેબર ફેડરેશનના પ્રમુખ શ્રી એ.એસ ભોઈ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ કેન્દ્ર સરકારને પણ વિનંતી સહ પત્ર પાઠવી સરકારશ્રીએ લીધેલો નિર્ણય આવકાર દાયક ગણિ ચૂંટણી પહેલા તે પ્રશ્નો નો નિર્ણય લઈ રાજ્યભરના શ્રમયોગીઓનો પ્રેમ અને શુભેચ્છા પ્રાપ્ત કરશો તેવું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here