શ્રી હાલોલ મહાજન કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી શ્રી કિશોર મંદિર તેમજ ધી એમ એસ હાઇસ્કુલ હાલોલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 તારીખ 26 6 2024 ને બુધવારના રોજ શ્રી હાલોલ મહાજન કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી શ્રી કિશોર મંદિર તેમજ ધી એમ એસ હાઇસ્કુલ હાલોલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય લેવલના અધિકારી તરીકે ગાંધીનગર સચિવાલય ના ખાણ અને ઉધોગ વિભાગના વરિષ્ઠ અધિકારી યોગીના બેન જે પટેલ બાયસન અધિકારી તરીકે નો એલ ભાઈ વાઘેલા સાહેબ હાલોલ મહાજન કેળવણી મંડળના પ્રમુખ શ્રી તેમજ દાતાશ્રી બાલકૃષ્ણ પરીખ સાહેબ મંત્રી શ્રી પ્રવીણભાઈ શાહ સાહેબ શ્રી, સીઆરસી શ્રી દર્શનભાઈ પંચાલ સાહેબ જનતા બેંકના ચેરમેન તેમજ દાતાશ્રી રાજનભાઈ શાહ સાહેબ ટ્રસ્ટી મંડળના સદસ્યશ્રીઓ આચાર્ય શ્રી વિમલભાઈ પાઠક સાહેબ કિશોર મંદિરના આચાર્ય શ્રી દામિનીબેન પટેલ તેમજ એસ.એમ સી સભાશ્રીઓ વાલી મિત્રો શિક્ષક મિત્રો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી આવકાર્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી વિમલભાઈ પાઠક દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ એક ધોરણ છ ધોરણ નવ ધોરણ 11 તેમજ બાલમંદિર ના નવીન પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને દફતર પુસ્તકો કીટ મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરી વિધિવત પ્રવેશ આપવામાં આવેલ હતો કાર્યક્રમમાં શાળાના વરિષ્ઠ સિદ્ધિ તેમજ સીઈટી નવોદય પરીક્ષા એનએમએમએસ પરીક્ષા જ્ઞાન સાધના જેવી વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનો મહાનુભાવોના હસ્તે સન્માન પાત્ર અને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ થી નિરોગી તેમજ કન્યા કેળવણી વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
ટ્રસ્ટી મંડળના પ્રમુખ માનનીય બાલકૃષ્ણભાઈ પરીખ સાહેબે વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી નવીન પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળા વધુ પ્રગતિ કરે તેવા આશીર્વાદ વચન આપ્યા હતા તેમ જ પ્રાથમિક વિભાગમાં સરકાર શ્રી તરફથી મળતા લાભોથી અમારી શાળા વંચિત ન રહે તે માટે અધ્યક્ષ મહોદયા યોગીનાબેન ને સરકાર સુધી વિનંતી પહોંચાડવાનુંરોધ કર્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ મહોદય યોગીના મેડમ ને પ્રાસંગિક ઉદબોધનમાં શાળાની પ્રવૃત્તિઓનો બિરદાવી હતી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂકી સ્ત્રી સશક્તિકરણ તેમજ વિદ્યાર્થીનીઓ પોતાની ઊંચી કારકિર્દી તરફ આગળ વધે તેવા સૂચનો કરી સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ પ્રજાપતિ પાર્થ તેમજ પરમાર ક્રિષ્ના દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં મહાનુભાવો દ્વારા શાળાના મેદાનમાં વિવિધ છોડો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સફળ રીતે પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here