શામળાજી પોલીસે ભારત બેન્જ કંપનીની ટ્રક ગાડીમાંથી ભારતીય બનાવટની ૪૩૦ દારૂની પેટીઓ ઝડપી પાડી..

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

વિદેશી દારૂની પેટીઓ નંગ -૪૩૦ જેના કુલ બોટલાક્વાર્ટર નંગ -૧૦,૧૬૪ જેની કિ.રૂા .૧૫,૪૧,૪૧૨ / – તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિમંત રૂપીયા ૨૩,૪૩,૪૧૨ / -ની રકમનો મુદ્દામાલ ઝડપાયો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ પો.સ.ઇ શ્રી બી.એસ.ચૌહાણ સાહેબનાઓ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અણસોલ ગામની સીમમાં નેશનલ હાઇવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા ચેક પોસ્ટ ઉપરના કર્મચારીઓને સઘન વાહન ચેકીંગ કરવા સુચના આપેલ જે આધારે આજરોજ અણસોલ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીમાં હતા તે દરમીયાન એક ભારત બેન્જ કંપનીની ટૂક ગાડી નંબર ( GJ0BBV0085 ની આવતા જેના ઉપર શક જતા ઉભી રખાવી ટૅકગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ -૪૩૦ જેના ફૂલ બોટલ / ક્વાર્ટર નંગ -૧૦,૧૬૪ જેની કિ.રૂ .૧૫,૪૧,૪૧૨ / – તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ ૨૦૦૦ / – તથા ભારત બેન્જ ટ્રક ગાડીની કિ.રૂ. ૮,૦૦,૦૦૦ / -ની ગણી કુલ મુદામાલ કિ.રૂ .૨૩,૪૩,૪૧૨ / -નો કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here