શામળાજી પોલીસે નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ/ક્વાર્ટર/બીયર ટીન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ/ક્વાર્ટર/બીયર ટીન નંગ -૭૧૪ જેની કુલ કિ.રૂા.૮૮,૮૦૦/- ની રકમનો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૨,૯૦,૮૦૦ /- ની રકમનો મુદ્દામાલ ઝડપાયો

આજરોજ પો.સબ.ઇન્સ શ્રી વી.વી.પટેલ શામળાજી પોલીસ સ્ટેશન નાઓની બાતમી હકીકત પોલીસ સ્ટાફના માણસો પ્રોહી વોચ અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર રાહે મળેલ માહિતી આધારે શામળાજી પોલીસ સ્ટેશનની સરકારી વાહનથી બાતમીવાળી નંબર વગરની સ્વિફ્ટ ગાડીને બ્લોકીંગ કરતા સ્વીફ્ટ ગાડીનો ચાલક ગાડી બ્લોક થઇ જતાં ગાડીમાંથી ઉતરી રાત્રીનો સમય હોય અંધારાનો લાભ લઇ બાજુમાં આવેલ જાળી જાંખરામાં થઇ ભાગી ગયેલ જે સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતાં ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની ક્વાટર/બીયર ટીનની પેટીઓ નંગ.૧૭ તથા છુટી બોટલ નંગ ૧૮ મળી ફૂલ ક્વાર્ટરાબીયરના ટીન નંગ -૭૧૪ જેની કુલ કિ.રૂ.૮૮,૮૦૦/- – નો મળી આવતા તેમજ ગાડીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન-૧ ની કિ.રૂ.૨૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-ની ગણી કુલ મુદામાલ કિ.રૂ. ૨,૯૦,૮૦૦/-નો કબ્જે કરી ભાગી ગયેલ ગાડીના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here