શામળાજી પોલીસે ટાટા ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂની ૭૫૫ પેટીઓ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ -૭૫૫ જેના કુલ બોટલ / ક્વાર્ટર નંગ- ૨૧૬૬૦ જેની કુલ કિ.રૂા .૩૮૦૦૪૦૦ / – તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિમંત રૂપીયા ૪૮,૦૨,૪૦૦ – ની રકમનો મુદ્દામાલ ઝડપાયો

આજરોજ પો.સ.ઇ શ્રી બી.એસ.ચૌહાણ સાહેબનાઓ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અણસોલ ગામની સીમમાં નેશનલ હાઇવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા પો.સ્ટ ઉપરના કર્મચારીઓને સઘન વાહન ચેકીંગ કરવા સુચના આપેલ જે આધારે આજરોજ અણસોલ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંમાં હતા તે દરમીયાન એક ટટા કંપનીની ટૂક ગાડી નંબર HR47 C 2169 ની આવતા જેના ઉપર શક જતા ઉભી રખાવી ટ્રકગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ- ૭૫૫ જેની કુલ બોટલ / ક્વાર્ટર નંગ ૨૧૬૬૦ જેની કુલ કિ.રૂા . ૩૮૦૦૪૦૦ / – તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ ૨૦૦૦ / – તથા ટાટા ટ્રક કન્ટેનર ગાડીની કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / – ની ગણી કુલ મુદામાલ કિ.રૂ. ૪૮,૦૨,૪૦૦ / નો કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી : ( ૧ ) રણજીતસિંહ અમરજીતસિંહ પૅચ રહે ચુસ્લેવર તા.પટ્ટી જી.તરણતાર પંજાબ થાના પટ્ટી – વોન્ટેડ આરોપી : ( ર ) ગુરમીત રહે.અંબાલા પંજાબ કે જેનો મો.નં .૯૧૧૬૧૪૯૭૩૩ ( દારૂ ભરી આપનાર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here