શહેરા નગરમાં લારીઓ અને પથારા વાળા ગરીબોની હાય કોઈ સાંભળતું ના હોય ન્યાય મંગાવા રસ્તે નીકળ્યા

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

લારીવાળા ભાઈઓ એ પોતાની વિતક કથા કંઈક આ રૂપે વિગતે સમજાવી હતી

શહેરા ના મુખ્ય બજાર તરીકે વિકસેલા વિસ્તારમાં લારી પથારા કરીને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ.સદર બજાર શહેરા નગરપાલિકાના જન્મથી પણ પહેલાંનું વિકસેલ છે.જ્યાં પંચાયત સમયથી અમારા વડવાઓ મહેનત – મજૂરી કરી ગુજરાત ચલાવતા હતા. પરંતુ શહેરા નગરપાલિકામાં ૧૧ માસના કરાર આધારિત ફરજ બજાવતા એસ.આઈ રાઠોડ અને ઈજનેર જીગ્નેશ શાહ થોડા – થોડા સમયના અંતરે લારી – પથારા વાળાઓને સત્તાના હોવા છતાં વારંવાર મારઝૂડ,લારીઓ ઊંધી કરી દેવી,માલ ભરી જવું જેવા કૃત્યો દ્વારા સતત હેરાન કરે છે.
જ્યારે પણ શહેરા નગરપાલિકા ઉપર કોઈ પોતાના કાયદાકીય હક મુજબ માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત કોઈપણ પ્રકારની માહિતી માંગે તો નગરપાલિકા પોતાના કાળા કામોના ચિઠ્ઠા ને ઢાંકપિછોડો કરવા માટે લારીઓના અને મસ્તાની ચાલીના મુદ્દાઓને વચ્ચે લાવીને દબાણ ઊભું કરીને આર.ટી.આઇ પાછી ખેંચાવવા ની આ રમત રમતી હોય છે. અને ગરીબ લારી પથારા વાળાઓને અને ગરવીહોણા મસ્તાનચાલી વાળાઓને હેરાન કરવાનું કામ કરે છે.
અમોં કાયદેસરની રજૂઆત કરવા જઈએ કે બંધારણીય હક્કો ને આધીન કંઈક માંગ કરીએ તો અમોને ખોટી પોલીસ ફરિયાદો કરીને ફસાવવામાં આવે છે.જેનાથી આપ પણ વાકેફ છો.
લુણાવાડા બસ સ્ટેશનની પાછળનો વિસ્તાર જે વણ જાહેર કરાયેલ માર્કેટ તરીકે વિકસેલ છે.જ્યાંથી અનેક લોકો રોજી રોટી મેળવતા હોવાથી નગરપાલિકા પોતાના નાગરિકોની રોજગારી ખાતર યથાસ્થિતિ ચાલવા દે છે.આવું અનેક નગરોમાં જોવા મળે છે.
પરંતુ શહેરા નગરપાલિકા ને વિકાસના કામો તરફ ધ્યાન જતું નથી માત્ર લારીઓ જ દેખાય છે.આવા વારંવારના ત્રાસથી અમો ત્રાસી ગયેલ છે.
ઉલ્લેખનીય પરંપરા ના ભાગરૂપે આજ તારીખ: ૧૫/૦૯/૦૨૩ ના રોજ પણ નગરપાલિકા ના ઉલ્લેખિત બે કર્મચારીઓએ આવીને અમારી લારી ઊંધી કરી દીધેલ છે. જે યથા સ્થિતિએ છે. તથા અમોને મા બહેન સમાણી ગાળો બોલી બંને એ અમોને મારઝૂડ કરેલ છે.જે બદલ આઈ.પી.સી ની લાગુ પડતી ધારા મુજબ ઉપરોક્ત બંને ઉપર કાયદેસર કાર્યવાહી થાય તે માટે અમારી એફ.આઇ.આર નોંધવા શહેરા પી.ઈ શ્રી ને વિનંતી કરેલ છે.વધુમાં એક વાઇરલ વિડિઓ માં પણ શહેરા નગરપાલિકા ના એસ. આઈ.નો ગરીબ બાઈ ઉપર ત્રાસ ગુજારતો અને તુમાખી ભર્યો સ્વભાવ જોઈ શકાય છે.
લોકો ની એક જ માંગ છે કે સભ્યો વચ્ચે પડી ઉપરોક્ત બંને ની બદલી કરાવે અને શહેરા નગરપાલિકા માં સંવેદનશીલ ,લાગણી શીલ અને વિકાસ ના કામો કરનાર કર્મચારીયો લાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here